ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Corona Update:24 ક્લાકમાં 92,596 નવા કેસ, 2219 મોત - ભારત કોવિડ કાઉન્ટ

ભારતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ધીમે-ધીમે ઘટતો જાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે, મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન અને કરફ્યૂના કારણે કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે. કોરોનાના સંક્રમણના કારણે થતી દૈનિક મોતની સંખ્યા પણ ત્રણ હજારથી ઓછી થઈ ગઈ છે.

Corona Update:24 ક્લાકમાં 92,596 નવા કેસ, 2219 મોત
Corona Update:24 ક્લાકમાં 92,596 નવા કેસ, 2219 મોત

By

Published : Jun 9, 2021, 10:42 AM IST

  • સંક્રમણની આ બીજી લહેરની અસર ધીમે-ધીમે ઓછી થઈ રહી છે
  • દેશમાં રસીકરણનો કુલ આંકડો 23,90,58,360 પર પહોંચી ગયો છે
  • દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 12,31,415 છે

ન્યુ દિલ્હી: વિશ્વના ઘણા અન્ય દેશોની જેમ કોરોનાની બીજી લહેરે ભારત પર કહેર વર્તાવ્યો છે. પરંતુ હવે સારા સમાચાર એ છે કે, સંક્રમણની આ બીજી લહેરની અસર ધીમે-ધીમે ઓછી થઈ રહી છે. આ સાથે નવા કેસોમાં મોટો ઘટાડો થયો છે.

આ પણ વાંચોઃCorona Update: 24 ક્લાકમાં 1.06 લાખ નવા કેસ, 2,427 મોત

કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,75,04,126 થઇ છે

ભારતમાં કોરોનાના 92,596 નવા કેસો આવ્યા પછી, પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2,90,89,069 થઇ છે. 2,219 નવા મૃત્યુ પછી, મૃત્યુઆંકની કુલ સંખ્યા 3,53,528 પર પહોંચી ગઈ છે. 1,62,664 નવા ડિસ્ચાર્જ પછી, કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,75,04,126 થઇ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 12,31,415 છે.

આ પણ વાંચોઃGujarat Corona Update: 778 પોઝિટિવ કેસ નોંધાયા, 11 દર્દીના મોત

મંગળવાર સુધીમાં કુલ 37,01,93,563 નમૂના પરીક્ષણો કરાયા

દેશમાં રસીકરણનો કુલ આંકડો 23,90,58,360 પર પહોંચી ગયો છે. ભારતમાં ગઈકાલે એટલે કે મંગળવારે કોરોના વાઇરસ માટે 19,85,967 નમૂના પરીક્ષણ કરાયા હતા, ગઈકાલ મંગળવાર સુધીમાં કુલ 37,01,93,563 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details