- સંક્રમણની બીજી લહેરની અસર ધીમે ધીમે ઓછી થઈ રહી છે
- નવા કેસોમાં મોટો ઘટાડો થયો
- દેશભરમાં 24 કલાકમાં 1,89,232 દર્દીઓને રજા આપવામાં આવી
ન્યુ દિલ્હી: વિશ્વના ઘણા અન્ય દેશોની જેમ, કોરોનાની બીજી લહેર ભારત પર કહેર વર્તાવ્યો છે, પરંતુ હવે સારા સમાચાર એ છે કે, સંક્રમણની આ બીજી લહેરની અસર ધીમે ધીમે ઓછી થઈ રહી છે. આ સાથે નવા કેસોમાં મોટો ઘટાડો થયો છે.
આ પણ વાંચોઃGujarat Corona Update: શુક્રવારે 2,75,139 વ્યક્તિઓને vaccine અપાઈ, coronaના નવા 1,120 કેસ નોંધાયા
દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 14,77,799 છે
ભારતમાં છેલ્લા 24 કલાકમાં, કોરોનાના 1,14,460 નવા કેસ નોંધાયા છે અને આ સમયગાળા દરમિયાન 2677 નવા મૃત્યુ થયા છે. જે પછી મૃત્યુઆંકની કુલ સંખ્યા વધીને 3,46,759 થઈ ગઈ છે, જ્યારે પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 2,88,09,339 પર પહોંચી છે. દેશભરમાં 24 કલાકમાં 1,89,232 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 14,77,799 છે.