- ભારત પર પણ કોરોનાની બીજી લહેર કહેર બનીને તૂટી છે
- સંક્રમણની આ બીજી લહેરની અસર ધીમે ધીમે ઓછી થઈ રહી છે
- દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 20,26,092 છે
ન્યુ દિલ્હી: વિશ્વના ઘણા અન્ય દેશોની જેમ ભારત પર પણ કોરોનાની બીજી લહેર કહેર બનીને તૂટી છે, પરંતુ હવે સારા સમાચાર એ છે કે, સંક્રમણની આ બીજી લહેરની અસર ધીમે ધીમે ઓછી થઈ રહી છે. આ સાથે નવા કેસોમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે.
આ પણ વાંચોઃભારતમાં કોવિડ-19ના નવા 1.65 લાખ કેસ, 46 દિવસમાં સૌથી ઓછા કેસ
મૃત્યુની કુલ સંખ્યા વધીને 3,29,100 થઈ ગઈ
ભારતમાં કોરોનાના 1,52,734 નવા કેસોના આગમન પછી, પોઝિટિવ કેસોની કુલ સંખ્યા વધીને 2,80,47,534 થઈ ગઈ છે. 3,128 નવા મૃત્યુ પછી, મૃત્યુની કુલ સંખ્યા વધીને 3,29,100 થઈ ગઈ છે.
કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,56,92,342 થઇ છે