- છેલ્લા 24 કલાકમાં, 2,84,601 દર્દીઓ કોરોના વાઇરસથી સાજા થયા
- કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,51,78,011 થઇ હતી
- દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 22,28,724 છે
ન્યુ દિલ્હી: ભારતમાં કોરોનાના 1,73,790 નવા કેસો આવ્યા પછી કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 2,77,29,247 થઈ ગઈ છે. 3,617 નવા મૃત્યુ પછી, કુલ મૃત્યુઆંકની સંખ્યા વધીને 3,22,512 થઈ ગઈ છે. 2,84,601 નવા ડિસ્ચાર્જ પછી કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,51,78,011 થઇ હતી. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 22,28,724 છે.
આ પણ વાંચોઃઆનંદો... ગુજરાતમાં કોરોના પોઝિટિવ રેટ ઘટતો જઈ રહ્યો છે, બીજા રાજ્યો કરતાં રીકવરી રેટમાં પાછળ
દેશમાં કોરોના વાઇરસના નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી છે
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસની 30,62,747 રસી મૂકવામાં આવી હતી, જે પછી કુલ રસીકરણનો આંકડો 20,89,02,445 થયો હતો. કોરોના વાઇરસના 1.73 લાખ નવા કેસો સાથે દેશમાં કોરોના વાઇરસના નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે છેલ્લા 45 દિવસમાં કોરોના વાઇરસના સૌથી ઓછા નવા કેસો નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં, 2,84,601 દર્દીઓ કોરોના વાઇરસથી સાજા થયા.
આ પણ વાંચોઃકોરોના અપડેટઃ 24 ક્લાકમાં નવા 2.11 લાખ કેસ, 3,847 મોત
શુક્રવાર સુધીમાં કુલ 34,11,19,909 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા
ગઈકાલે શુક્રવારે ભારતમાં કોરોના વાઇરસ માટે 20,80,048 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા હતા, ગઈકાલ શુક્રવાર સુધીમાં કુલ 34,11,19,909 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.