- દેશમાં કોરોનાનાં 2 લાખથી ઓછા નવા કેસો
- દેશમાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 2,69,48,874 પર પહોંચી
- તો ડિસ્ચાર્જની કુલ સંખ્યા 2,40,54,861 થઈ
હૈદરાબાદ: ભારતમાં કોરોનાના 1,96,427 નવા કેસો આવ્યા બાદ પોઝિટિવ કેસોની કુલ સંખ્યા વધીને 2,69,48,874 થઈ ગઈ છે. 3,511 નવા મૃત્યુ બાદ મૃત્યુઆંકની કુલ સંખ્યા વધીને 3,07,231 થઈ ગઈ છે. 3,26,850 નવા ડિસ્ચાર્જ બાદ ડિસ્ચાર્જની કુલ સંખ્યા 2,40,54,861 થઈ ગઈ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 25,86,782 છે.
આ પણ વાંચો: કોરોના અપડેટઃ 24 ક્લાકમાં નવા 2.22 લાખ કેસ, 4,454 મોત, જાણો રાજ્યોની સ્થિતિ
દેશમાં કોરોનાનાં 2 લાખથી ઓછા નવા કેસો
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસની 24,30,236 રસીઓ લગાવવામાં આવી છે, જે પછી કુલ રસીકરણનો આંકડો 19,85,38,999 થયો છે. ગઈકાલે ભારતમાં કોરોના વાયરસ માટે 20,58,112 નમૂના પરીક્ષણો કરાયા હતા, ગઈકાલ સુધીમાં કુલ 33,25,94,176 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.