- સતત સાતમા દિવસે સંક્રમણના દૈનિક કેસો ત્રણ લાખથી નોંધપાત્ર ઘટાડો થયો છે
- ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર ઓછો થઇ રહ્યો છે
- કોરોનાના કેસ લોકડાઉનના કારણે ઓછા નોંધાયા છે
હૈદરાબાદ: ભારતમાં કોરોના સંક્રમણના એક દિવસમાં 2.5 લાખથી ઓછા નવા કેસ નોંધાયા છે. આ સાથે, સતત સાતમા દિવસે સંક્રમણના દૈનિક કેસો ત્રણ લાખથી નોંધપાત્ર ઘટાડો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2.40 લાખ નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના 3,700 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
આ પણ વાંચોઃરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4,205 પોઝિટિવ કેસ નોંધાયા, 54 દર્દીના થયા મૃત્યુ
કુલ કેટલા કેસ નોંધાયા
છેલ્લા 24 ક્લાકમાં કુલ નવા કેસ આવ્યા-2,40,842
છેલ્લા 24 ક્લાકમાં કુલ સાજા થયા-3,55,102
છેલ્લા 24 ક્લાકમાં કુલ મોત થયા-3,741