ગુજરાત

gujarat

ETV Bharat / bharat

T-20 Rankings: 6 વર્ષ બાદ પહેલીવાર ભારતે T20માં નંબર વન વેસ્ટ ઈન્ડિઝને કચડ્યું - India vs West Indies news

છ વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ ભારત ICC T20 રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. આ પહેલા 3 મે 2016ના રોજ ટીમ T20 રેન્કિંગમાં (T-20 Rankings) નંબર વન બન્યું હતું. ઉલ્લેખનીય છે કે, તે સમયે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતા.

T-20 Rankings: ભારતે 6 વર્ષ બાદ પહેલીવાર T20માં વેસ્ટ ઈન્ડિઝને નંબર વનને કચડી નાખ્યું
T-20 Rankings: ભારતે 6 વર્ષ બાદ પહેલીવાર T20માં વેસ્ટ ઈન્ડિઝને નંબર વનને કચડી નાખ્યું

By

Published : Feb 21, 2022, 1:39 PM IST

ન્યુઝ ડેસ્ક: ભારતે ત્રણ મેચની T20 સિરિઝમાં વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies)ને 3-0થી હરાવ્યું છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ T20 (T-20 Rankings) ઈન્ટરનેશનલમાં સતત 9મી જીત નોંધાવી છે. તે જ સમયે, રોહિત શર્માના નિયમિત કેપ્ટન (Rohit Sharma captainship ) તરીકે ભારતે મર્યાદિત ઓવરોમાં સતત ત્રીજી વખત ક્લીન સ્વીપ કર્યું છે. આ પહેલા ભારતે ન્યૂઝીલેન્ડને ઘરઆંગણે ટી20 શ્રેણીમાં 3-0થી, વેસ્ટ ઈન્ડિઝને વનડે શ્રેણીમાં 3-0થી અને હવે T20 શ્રેણીમાં પણ 3-0થી હરાવ્યું હતું.

ઈન્ટરનેશનલ રેન્કિંગમાં પણ ટોપ

આ જીત સાથે ભારતીય ટીમ T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં પણ ટોપ (India top team in ranking ) પર પહોંચી ગઈ છે. આ એ જ ભારતીય ટીમ છે, જે લગભગ ચાર મહિના પહેલા T20 વર્લ્ડ કપના લીગ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. રોહિત શર્માના નેતૃત્વમાં આ ભારતીય ટીમની નજર આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ પર છે. ભારત હવે આ શ્રેણી બાદ તરત જ શ્રીલંકા સાથે ત્રણ મેચની ટી-20 શ્રેણી રમશે.

25મી T20 ઈન્ટરનેશનલ મેચ

ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતની આ 25મી T20 ઈન્ટરનેશનલ મેચ હતી. આ મેચમાં ભારતને 21મી જીત મળી છે. તેમની સફળતાનો દર લગભગ 84 ટકા પર પહોંચ્યો છે. આ સાથે જ તેની કેપ્ટનશીપમાં ભારતે સતત 9મી T20 જીત મેળવી છે. આ મામલે રોહિત પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સરફરાઝ અહેમદની બરાબરી પર પહોંચી ગયો છે. અફઘાનિસ્તાનનો અસગર અફઘાન આ મામલામાં 12 જીત સાથે સૌથી આગળ છે.

સતત ચોથી T20 શ્રેણી

વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની આ સતત ચોથી T20 શ્રેણી જીત છે. બન્ને ટીમો વચ્ચેની આ 7મી T20I શ્રેણી હતી, જેમાંથી ભારત 5 વખત જીત્યું છે અને કેરેબિયન ટીમે બે શ્રેણી જીતી છે. છેલ્લી વખત ભારતને 2017માં USAમાં ટી-20 સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝથી હરાવ્યું હતું.

આ પણ વાંચો:PM Modi webinar on Budget: ભારતના પ્રાચીન અનુભવ અને જ્ઞાનનો શિક્ષણમાં સમાવેશ

ભારત ICC T20 રેન્કિંગમાં પ્રથમ

ઉલ્લેખનીય છે કે, છ વર્ષના લાંબા સમય બાદ ભારત ICC T20 રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. આ પહેલા 3 મે 2016ના રોજ ટીમ ટી20 રેન્કિંગમાં (India ranking in T20) નંબર વન બની હતી. તે સમયે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતો. ધોની બાદ વિરાટ કોહલી ટીમનો કેપ્ટન બન્યો, પરંતુ તે પોતાની કેપ્ટનશિપમાં ટીમને નંબર-1 બનાવી શક્યો નહીં.

આ પણ વાંચો:આ રીતે ક્યારેય દારૂનો વરસાદ જોયો છે ? જૂઓ આ ગુજરાતનો વીડિયો..

સતત 9મી મેચ જીતી

ભારતીય ટીમે T20 ઈન્ટરનેશનલમાં સતત 9મી મેચ જીતી છે. આ સાથે ભારતે પણ પાકિસ્તાનની બરાબરી કરી લીધી છે. પાકિસ્તાનની ટીમે વર્ષ 2018માં સતત 9 T20 મેચ જીતી હતી. T20 ઈન્ટરનેશનલમાં સતત સૌથી વધુ મેચ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ અફઘાનિસ્તાનના નામે છે, તેણે સતત 12 મેચ જીતી છે.

ABOUT THE AUTHOR

...view details