નવી દિલ્હી: ભારતીય ટીમ 9 જૂનથી પાંચ મેચની T20 શ્રેણીમાં (Ind vs SA T20 2022) દક્ષિણ આફ્રિકાનો સામનો કરવા માટે તૈયાર છે. આ શ્રેણી માટે કેએલ રાહુલને ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. તમને જણાવી દઈએ કે, રાહુલ ઈજાના કારણે આ સમગ્ર શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. કેએલ રાહુલના બહાર થયા બાદ (kl rahul ruled out) ટીમ ઈન્ડિયાની કપ્તાની અન્ય ખેલાડીને સોંપવામાં આવી છે.
આ પણ વાંચો:શા માટે સ્વપ્ના સુરેશ સીએમ પિનરાઈ વિજયન પર લાગેલા આરોપોનું સમર્થન કરે છે
આ ખેલાડી બીજું કોઈ નહીં પણ ટીમ ઈન્ડિયાનો વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત (Indians new t20 captain) છે. પંત છેલ્લા બે વર્ષથી આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ પણ કરી રહ્યો છે. આ સિરીઝને T20 વર્લ્ડ કપની તૈયારી તરીકે જોવામાં આવી રહી છે. શ્રેણીની પ્રથમ મેચ 9 જૂન, ગુરુવારથી દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. IPLમાં સતત રમવાના કારણે ભારતીય કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહને આ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં રાહુલની ઈજા (kl rahul injury) ચોક્કસપણે ટીમ માટે ચિંતાનો વિષય છે.
આ પણ વાંચો:Ganga Dussehra 2022: ગંગા દશેરાના દિવસે બની રહ્યા છે ચાર ફળદાયી યોગ, જાણો રાશિ પ્રમાણે દાનનું મહત્વ
તમને જણાવી દઈએ કે, ભારત પાસે દિલ્હીમાં સતત 13 T20 જીતીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તક છે. ભારતે સતત 12 મેચ જીતી છે. જો કે ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડના આ રેકોર્ડને વધારે મહત્વ નથી આપી રહ્યા. તેની નજર ટી20 વર્લ્ડ કપ પર છે. આવી સ્થિતિમાં તે નવા અને અનુભવી ખેલાડીઓની કસોટી કરવાનો પ્રયાસ કરશે.