ગુજરાત

gujarat

ETV Bharat / bharat

India Canada Tension: ભારત કેનેડા વચ્ચે વિવાદ વકરશે તો કયા દેશને થશે વધુ નુકસાન ? - Prime minister narendra modi

ભારત અને કેનેડા વચ્ચે વિવાદ વકરતો જાય છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આતંકવાદી નિજ્જરની હત્યા સંદર્ભે કરેલ નીમ્ન સ્તરના રાજકારણથી કેનેડાની અર્થવ્યવસ્થા પર વિપરિત અસર થશે. બંને દેશો વચ્ચે વિવાદ વકરશે તો કેનેડાનો વધુ નુકસાન થશે.

ભારત કેનેડા વચ્ચે વકરતો વિવાદ કેનેડા માટે ઘાતક
ભારત કેનેડા વચ્ચે વકરતો વિવાદ કેનેડા માટે ઘાતક

By ETV Bharat Gujarati Team

Published : Sep 21, 2023, 5:39 PM IST

નવી દિલ્હીઃ IMFના રિપોર્ટ અનુસાર ભારત વિશ્વની પાંચમા ક્રમની સૌથી મોટી આર્થ વ્યવસ્થા છે. જ્યારે કેનેડા આ શ્રેણીમાં નવમા ક્રમે છે. આવનારા સમયમાં ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે. ભારત આ દિશામાં કાર્યશીલ છે. ટેકનીકલ સેક્ટરમાં પણ ભારત તેજ રફતારથી આગળ વધી રહ્યું છે. કેનેડા ભારતની આસપાસ પણ નથી. કેનેડા ભૌગોલિક રીતે વિશ્વનો બીજા ક્રમનો મોટો દેશ હોવા છતા તેની આ સ્થિતિ છે.

અમેરિકા પર નિર્ભર છે કેનેડાઃ કેનેડાની અર્થવ્યવસ્થા હાલ અમેરિકા પર નિર્ભર છે. જો અમેરિકા કેનેડાને ટેકો ન આપે તો કેનેડાની અર્થવ્યવસ્થા અસ્થિર બની જાય તેમ છે. કેનેડામાંથી થતી કુલ નિકાસનો ત્રણ ચતુર્થાંશ ભાગ અમેરિકામાં નિકાસ થાય છે. બીજા નંબર પર ચીન આવે છે. ભારત અને કેનેડા વચ્ચે વેપારની વાત કરવામાં આવે તો ભારતનું પલડું ભારે છે. 2022-23ના આંકડા જોઈએ તો ભારતે કેનેડામાં કુલ 4.10 અરબ ડોલરની નિકાસ કરી હતી. જ્યારે કેનેડાએ ભારતમાં કુલ 4.05 અરબ ડોલરની નિકાસ કરી હતી.

અડધા ઉપર કેનેડા જંગલગ્રસ્તઃ ભૌગોલિક રીતે કેનેડા વિશ્વમાં બીજા ક્રમે છે. અડધા ઉપર કેનેડા જંગલગ્રસ્ત છે. તેથી જ કેનેડામાંથી લાકડા અને લાકડામાંથી બનતા ઉત્પાદનોનું વધુમાં વધુ એકસ્પોર્ટ કરવામાં આવે છે. કાગળ ઉદ્યોગ લાકડા પર આધારિત છે. તેથી સમગ્ર વિશ્વના કાગળ ઉદ્યોગમાં કેનેડાની ભાગીદારી છે. કેનેડાની બંને તરફ સમુદ્ર છે. તેથી કેનેડાને ફિશિંગથી પણ આવક થઈ રહી છે. કેનેડાના એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરના તટીય વિસ્તારોમાં ફિશિંગ કરવામાં આવી રહ્યું છે.

ભારત આધારિત અર્થવ્યવસ્થાઃ કેનેડા કુદરતી ખનીજ તત્વોનો બહુ મોટો ભંડાર છે. જેમાં આયર્ન, તાંબુ, કોલસો, સોનુ, ચાંદી, લેડ, જિંક, નિકલ, ટાઈટેનિયમ, પોટાશ, સલ્ફર વગેરેનો સમાવેશ થાય છે. હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર સેક્ટરમાં કેનેડાનો ક્રમ છઠ્ઠો આવે છે. જો કેનેડાની અર્થવ્યવસ્થા અસ્થિર થાય તો કેનેડાના આ દરેક ઉદ્યોગ પર વિપરિત અસર થશે. મીડિયા રિપોર્ટ અનુસાર કેનેડામાં ભારતની 30 કંપનીઓ કાર્યરત છે. જેમાં કુલ રોકાણ 40.5 હજાર કરોડનું છે. આ કંપનીઓમાં કુલ 17,000થી વધુ લોકોને રોજગાર મળી રહ્યો છે. તેમજ કેનેડીયન પેન્શન ફંડ દ્વારા ભારતીય બજારોમાં રોકાણ કરવામાં આવ્યું છે. આ રોકાણ અંદાજિત 55 અરબ ડોલરનું છે. આઈટી કંપનીઓમાં પણ કેનેડાનું રોકાણ છે. જેમાં ઈન્ફોસિસ અને વિપ્રો જેવી મોટી કંપનીઓ છે. ભારત કેનેડામાંથી દાળ ખરીદવાનું બંધ કરી દે તો પણ કેનેડાને તકલીફ થાય તેવું છે.

  1. Justin Trudeau accuses Russia : કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ હવે રશિયાને નિશાને લીધું, પુતિનને કહ્યું તરત સેના પરત ખેંચો
  2. Canada Visa Service Suspend: ભારતે કેનેડાના લોકો માટે વિઝા અરજી પર મુક્યો પ્રતિબંધ

ABOUT THE AUTHOR

...view details