ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Sep 23, 2023, 1:30 PM IST

ETV Bharat / bharat

India Canada Controversy: શું ભારત અને કેનેડા વિવાદ જે કૃષિ ક્ષેત્ર માટે વજ્રપાત સમાન બની રહેશે?

ખાલીસ્તાની સમર્થક અને અગ્રણી નિજ્જરની કેનેડામાં હત્યાનો વિવાદ ભારત અને કેનેડા વચ્ચે વકરતો જાય છે. આ વિવાદ બંને દેશોને માત્ર રાજદ્વારી જ નહીં પરંતુ અનેક આયામોમાં નડી રહ્યો છે. જેમાં એક અગત્યનો આયામ કૃષિ ક્ષેત્ર છે. ભારત અને કેનેડા વચ્ચેની તણાવગ્રસ્ત પરિસ્થિતિની અસર કૃષિ ક્ષેત્રને થઈ રહી છે. જેનાથી ખાદ્ય કટોકટી ઉત્પન્ન થઈ શકે તેમ છે. વાંચો નેશનલ સીડ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (NSAI)ના પૂર્વ ડાયરેક્ટરનો વિશેષ અહેવાલ.

શું ભારત અને કેનેડા વિવાદ એ કૃષિ ક્ષેત્ર માટે વજ્રપાત સમાન બની રહેશે?
શું ભારત અને કેનેડા વિવાદ એ કૃષિ ક્ષેત્ર માટે વજ્રપાત સમાન બની રહેશે?

નવી દિલ્હીઃ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંસદ અને મીડિયામાં નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ ગણાવ્યો છે. આ આરોપ બાદ બંને દેશો વચ્ચે તણાવ પેદા થયો છે. બંને દેશોએ વિઝા ન આપવા, રાજદ્વારીઓને પરત ફરવાના આદેશ કરવા જેવા અનેક પગલા ભર્યા છે. આ વિવાદથી અન્ય એક ક્ષેત્રને હાનિ પહોંચે તેમ છે. આ ક્ષેત્ર એટલે કૃષિ ક્ષેત્ર.

પોટાશ ઉત્પાદનમાં કેનેડા વિશ્વમાં પ્રથમઃ અન્ય એક વૈશ્વિક પરિમાણ રશિયા અને યુક્રેન યુદ્ધની અસર જોઈએ તો, આ ઘટનાને પરિણામે ખાતરના ભાવોમાં અત્યંત વધારો થયો છે. હવે કેનેડા પોટાશના ભંડારમાં વિશ્વમાં સૌથી પ્રથમ નંબરે છે. પોટાશ ખાતર માટે મહત્વનું ખનીજ પદાર્થ છે. વિશ્વમાં પોટાશ ઉત્પાદનમાં કેનેડા 30 ટકા હિસ્સા સાથે અગ્રણી રહ્યું હતું આ ઉપરાંત MOP સપ્લાયમાં પણ તે અવ્વલ હતું.

રશિયા-યુક્રેન યુદ્ધને લીધે ખાતરની અછતઃ રશિયા-યુક્રેન યુદ્ધને પરિણામે ભારત પાસે ખાતરનો પુરવઠો મર્યાદિત છે. ભારત પાસે પોટાશના સ્ત્રોત પણ મર્યાદિત છે. વિશ્વમાં કેનેડા અને ચીન બંને પોટાશના અગ્રણી ઉત્પાદકો છે. આ બંને દેશો ભારતની કૃષિ પર ચાંપતી નજર રાખીને બેઠા છે. આ બંને દેશો સાથે ભારતનો સંબંધ બગડવાને પરિણામે કેનેડા ભારતને પોટાશની આયાતમાં મનમાની કરી શકે છે. જો કેનેડા પોટાશની નિકાસ પર પ્રતિબંધ મુકે તો ભારતને તકલીફ પડવી સ્વાભાવિક છે. ભારતની ખાદ્ય સુરક્ષા અને પાક ઉત્પાદન પર માઠી અસર પડી સકે છે.

કેનેડા મેઈન સપ્લાયરઃ ભારત માટે કેનેડા પોટાશનો ભરોસેમંદ સ્ત્રોત રહ્યો છે. ભારતે કેનેડાને પોટાશનો પુરવઠો અવિરત પૂરો પાડવા અપીલ પણ કરી દીધી છે. જો બંને દેશો વચ્ચે વિવાદ વકરશે તો ભારત પોટાશની કમી અનુભવશે.જેની સીધી અસર રવિપાકની વાવણી અને ઘઉં ઉત્પાદન પર પડશે. કેનેડા કઠોળ અને દાળ માટે ભારતનું મુખ્ય સપ્લાયર રહ્યું છે. કેનેડા ભારતમાં વર્ષોથી દાળ, તેલીબિયા, કેનોલા તેલ, કઠોળ, મસૂર, ચણા, સફેદ અને પીળા વટાણાં વગેરે મોટા પ્રમાણમાં સપ્લાય કરે છે.

ભારતીય કૃષિ સામે પડકારોઃ ખાસ કરીને મસૂર અને તેલીબિયાંના ઉત્પાદનમાં મંદીને ધ્યાનમાં લેતા, સ્થાનિક પુરવઠો પહેલેથી જ તણાવગ્રસ્ત છે. આગળની અનિશ્ચિત પાકને જોતાં, ભારતે તેના પ્રોટીન અને તેલીબિયાંના પુરવઠાને પ્રાથમિકતા આપવી જોઈએ. બગડતી અછતની સ્થિતિમાં, બંને દેશો વચ્ચે કૃષિ વેપાર માટે બેક ચેનલ જાળવવાની સલાહ આપવામાં આવે છે.ભારતમાં તેલીબિયા અને મસૂરનું ઉત્પાદન પહેલેથી જ ઓછું છે. હવે આ પરિસ્થિતિમાં ભારતમાં જો કેનેડા દ્વારા દાળનો પુરવઠો પૂરો પાડવામાં ન આવે તો સ્થિતિ વકરી શકે તેમ છે. તેથી બંને દેશોએ એગ્રીકલ્ચર બિઝનેસ માટે બેક ચેનલને જાળવી રાખવી આવશ્યક છે.

COMTRADE ડેટાબેઝ અનુસારઃ આંતરરાષ્ટ્રીય વેપાર પર સંયુક્ત રાષ્ટ્રના COMTRADE ડેટાબેઝ અનુસાર, ભારતે 2022 દરમિયાન કેનેડામાં આશરે US$4.25 બિલિયનની નિકાસ નોંધાવી હતી. આ નિકાસ પણ નિજ્જર હત્યા વિવાદને લીધે પ્રભાવિત થશે તેવું નિષ્ણાતો જણાવે છે.જો ભારત અને કેનેડા વચ્ચેના વિવાદનો અંત સમયસર નહિ આવે તો ભારત જ નહીં કેનેડાના કૃષિ ક્ષેત્રને પણ નુકસાન થશે. બંને દેશોએ ખાદ્ય સુરક્ષા જાળવી રાખવા કૃષિ ક્ષેત્રના હિતમાં ફેસલા લેવા અત્યંત આવશ્યક છે. જો આમ કરવામાં નહિ આવે તો માત્ર ખેડૂતો જ નહિ પરંતુ નાગરિકો પણ સમસ્યા અનુભવશે.

  1. India Canada Relations: ભારતને આરોપો અંગે કેટલાક અઠવાડિયા પહેલા જાણ કરવામાં આવી હતી- કેનેડાના પીએમ
  2. India Canada Controvercy: કેનેડા સ્થિત ભારતીય ડિપ્લોમેટ્સ પર જાસૂસીને પરિણામે ભારત પર નિજ્જરની હત્યાના આરોપ લગાવાયા

ABOUT THE AUTHOR

...view details