ગુજરાત

gujarat

ETV Bharat / bharat

India Canada Controversy: કેનેડાએ ભારતમાંથી પોતાના ડિપ્લોમેટ્સને કોઆલાલ્મપુર અને સિંગાપોર રવાના કર્યા

કેનેડાએ ડિપ્લોમેટ્સને ભારતમાંથી રવાના કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. કેનેડાએ ભારતમાં કાર્યરત એવા પોતાના ડિપ્લોમેટ્સને કોઆલાલ્મપુર અને સિંગાપોર રવાના કર્યા છે.

કેનેડાએ ભારતમાંથી પોતાના ડિપ્લોમેટ્સને કોઆલાલ્મપુર અને સિંગાપોર રવાના કર્યા
કેનેડાએ ભારતમાંથી પોતાના ડિપ્લોમેટ્સને કોઆલાલ્મપુર અને સિંગાપોર રવાના કર્યા

By PTI

Published : Oct 6, 2023, 5:23 PM IST

ટોરંટોઃ ભારત અને કેનેડા વચ્ચે ખાલીસ્તાની પ્રમુખ હરદીપ સિંહ નિજ્જરની હત્યાને મામલે વિવાદ ચાલી રહ્યો છે. ભારતે કેનેડિય ડિપ્લોમેટ્સને ભારત છોડવાનો આદેશ આપ્યો હતો. કેનેડાએ પોતાના ડિપ્લોમેટ્સને કોઆલાલ્મપુર અને સિંગાપોર રવાના કર્યા છે.

'સીટીવી ન્યૂઝ'નો રિપોર્ટઃ ભારતે કેનેડાને દિલ્હીમાં પોતાના ડિપ્લોમેટ્સની સંખ્યા ઘટાડવા 10 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો હતો. કેનેડાના એક પ્રાઈવેટ ટેલિવિઝન નેટવર્ક 'સીટીવી ન્યૂઝ'ના રિપોર્ટ અનુસાર ભારતે આ સૂચના અઠવાડિયાની શરૂઆતમાં આપી હતી. હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનું કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું. ટ્રુડોના આ નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચે વિવાદ વકર્યો છે.

ભારતે આરોપો ફગાવ્યાઃ ભારતે આ આરોપો પાયાવિહોણા ગણાવ્યા છે. કેનેડાએ ભારતના એક વરિષ્ઠ ડિપ્લોમેટને કેનેડામાંથી બહાર મોકલી દીધા હતા. ભારતે વળતા જવાબમાં કેનેડાના એક ડિપ્લોમેટને દેશમાંથી બહાર તગેડી મુક્યા હતા. ત્યારબાદ ભારતે બંને દેશોમાં ડિપ્લોમેટ્સની સંખ્યા સમાન હોવા પર દબાણ કર્યુ છે. ભારતે કેનેડિયન ડિપ્લોમેટ્સ દિલ્હીના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરે છે તેવો આરોપ પણ લગાડ્યો હતો. 'સીટીવી ન્યૂઝ'ના રિપોર્ટ અનુસાર કેનેડાએ પોતાના ડિપ્લોમેટ્સને કોઆલાલ્મપુર અને સિંગાપોર રવાના કર્યા છે.

'ગ્લોબલ અફેર્સ કેનેડા'નું નિવેદનઃ કેનેડાના 'ગ્લોબલ અફેર્સ કેનેડા'એ જણાવ્યું કે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ધમકીઓ મળ્યા બાદ કેનેડાએ ભારતમાં કામ કરતા પોતાના કર્મચારીઓની સંખ્યા ઘટાડી દીધી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, પારસ્પરિક રાજનૈતિક સ્થિતિ પર પહોંચવા માટેના ઉપાયો પર ચર્ચા ચાલી રહી છે. ભારતમાં કેનેડિયન ડિપ્લોમેટ્સની સંખ્યા 60 છે. નવી દિલ્હી ઈચ્છે છે કે કેનેડા આ ડિપ્લોમેટ્સમાંથી 36ને ભારતમાંથી બહાર કરી દે. તાજેતરમાં જ વિદેશ પ્રધાન જયશંકરે જે ટિપ્પણીઓ કરી છે તેના આધારે બાગચી વધુમાં જણાવે છે કે કેનેડા નિજ્જર નામક શીખની હત્યામાં ભારત પર જે આરોપો લગાવે છે તેના પુરાવા રજૂ કરે તો દિલ્હી તેના પર વિચાર કરશે. (પીટીઆઈ)

  1. Us: અમેરિકાએ ભારત-કેનેડા વિવાદ પર ટિપ્પણી કરી, ન્યૂઝક્લિક મુદ્દે કહ્યું - અત્યારે કંઈ કહી ન શકાય
  2. India Canada controversy: શ્રીલંકાના વિદેશ પ્રધાને જસ્ટિન ટ્રુડો પર કર્યા આકરા વાકપ્રહાર, કેનેડાને આતંકવાદીઓ માટે સ્વર્ગ ગણાવ્યું

ABOUT THE AUTHOR

...view details