નવી દિલ્હી : લોકસભા ચૂંટણીમાં બેઠકની વહેંચણીના મુદ્દે ઈન્ડિયા બ્લોક એટલે કે વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનના ભાગીદારો વચ્ચે મતભેદ હોવા છતાં મહાગઠબંધને આગામી ચૂંટણીમાં ઓછામાં ઓછી 400 લોકસભા બેઠક પર ભાજપને સીધી ટક્કર આપવાનું નક્કી કર્યું છે. પૂર્વ સાંસદ અને CPI(M) કેન્દ્રીય સમિતિના સભ્ય હન્નાન મોલ્લાએ ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આવનારી ચૂંટણીમાં અમે ઓછામાં ઓછી 400 બેઠકો પર ભાજપ વિરુદ્ધ સાથે મળીને લડીશું. CPM ઈન્ડિયા બ્લોકના સહયોગી ભાગીદારોમાંનું એક છે. આ પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને સત્તા પરથી હટાવવાની કસમ ખાધી છે.
હન્નાન મોલ્લાએ વધુમાં કહ્યું કે, ઈન્ડિયા બ્લોકનો મુખ્ય ઈરાદો ભાજપને હરાવવાનો છે. આ માટે અમારે સીટની વહેંચણી પર સર્વસંમતિ સાધવી પડશે અને હું માનું છું કે વિપક્ષી ગઠબંધનના તમામ ભાગીદારો દરેક મોરચે એકબીજાને યોગ્ય મહત્વ આપશે, પછી તે સીટ વહેંચણી હોય કે સંયુક્ત ચૂંટણી પ્રચાર અભીયાન હોય. ગયા મહિને નવી દિલ્હીમાં યોજાયેલી ઇન્ડિયા બ્લોકની છેલ્લી બેઠક દરમિયાન સીટ વહેંચણીના મુદ્દાને ઝડપથી ઉકેલવા ઉપરાંત સંયુક્ત અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે બેઠકોની વહેંચણીનો મુદ્દાથી પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને કોંગ્રેસ એકબીજાના વિરોધમાં આવી ગયા છે.
આંતરિક બેઠકમાં કોંગ્રેસને બે બેઠકો આપવાના નિર્ણય બાદ કોંગ્રેસે મમતા બેનર્જીના નેતૃત્વવાળી TMC ની આકરી ટીકા કરી છે. માનવામાં આવે છે કે ઈન્ડિયા બ્લોકના એક મજબૂત ઘટકે સૌપ્રથમ બહેરામપુર અને માલદા દક્ષિણ કોંગ્રેસને આપવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસે ટીએમસીના આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું, સીટ વહેંચણીનો મુદ્દો યોગ્ય રીતે ઉકેલવામાં આવશે.
'ઈન્ડિયા બ્લોક' ભાજપને આપશે ટક્કર બીજી તરફ પશ્ચિમ બંગાળના શાસક પક્ષે કોંગ્રેસને આ મુદ્દે એક ફોર્મ્યુલા સૂચવી. જેમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લી સંસદીય ચૂંટણીનો વોટ શેર અથવા છેલ્લી વિધાનસભાની ચૂંટણીનો વોટ શેર અથવા બંનેને કોઈ બેઠક પર સૌથી મજબૂત પક્ષને અંતિમ સ્વરૂપ આપવા માટે ધ્યાનમાં લેવામાં આવી શકે છે. ઉપરાંત આ નિર્ણય રાજ્યના સૌથી મજબૂત પક્ષ પર છોડવો જોઈએ.
ઈન્ડિયા બ્લોકની છેલ્લી બેઠક દરમિયાન તમામ પક્ષોએ સર્વસંમતિથી નિર્ણય લીધો છે કે, જો કોઈ પક્ષનું રાજ્ય એકમ બેઠક વહેંચણીની ફોર્મ્યુલાને ઉકેલવામાં સક્ષમ ન હોય તો પક્ષનું કેન્દ્રીય નેતૃત્વ યોગ્ય પરામર્શ પછી અંતિમ નિર્ણય લેશે. JD(U) ના પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું કે, વિરોધી મંચ પર એક મોટી પાર્ટી હોવાના કારણે કોંગ્રેસે વહેલી તકે નિર્ણય લેવાની જરૂર છે. કોંગ્રેસને અન્ય તમામ પક્ષોને યોગ્ય મહત્વ આપીને વિપક્ષની રણનીતિ બનાવવી જોઈએ.
નોંધનીય છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં આયોજિત છેલ્લી ઈન્ડિયા બ્લોકની બેઠકમાં એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો હતો કે, તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી જેમાં ખાસ કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં બેઠકોની વહેંચણીના મુદ્દે મતભેદ ગઠબંધન સહયોગીના વિરુદ્ધમાં ગયા હતા. CPI જનરલ સેક્રેટરી ડી રાજાએ કહ્યું કે, I.N.D.I.A. ગઠબંધનના સહયોગીઓ વચ્ચે બેઠકોની વહેંચણીના મુદ્દા પર કેટલાક મતભેદ હોઈ શકે છે. આગામી લોકસભા ચૂંટણી પહેલા અમે આ મુદ્દા પર વિચાર કરીશું.
કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના આસામ પ્રભારી જિતેન્દ્ર સિંહ સાથેની તેમની બેઠક પછી આસામ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (APCC) નેતૃત્વએ કહ્યું કે, આસામમાં તમામ વિપક્ષી દળ ભાજપ સામે એકસાથે મળીને લડશે. ઉલ્લેખનીય છે કે આસામમાં લગભગ 16 પાર્ટી ભાજપને ટક્કર આપવા માટે એકસાથે આવી છે. જોકે બદરુદ્દીન અજમલની ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF) વિપક્ષના મંચમાં સામેલ નથી.
- Bharat Jodo Nyay Yatra : રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો UP પ્રવાસ, 20 જિલ્લામાંથી પસાર થશે
- arvind kejriwal on Bjp: ભાજપ મારી ધરપકડ કરવા માંગે છે: અરવિંદ કેજરીવાલ