ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોંઘવારીમાં આંશિક રાહત, માર્ચ 2024 સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ - india bans onion exports till march next year

ડુંગળીના ભાવને કાબૂમાં રાખવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડે આવતા વર્ષે માર્ચ સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે.

કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો
કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો

By ETV Bharat Gujarati Team

Published : Dec 9, 2023, 12:06 PM IST

નવી દિલ્હી:ડુંગળીની કિંમતોને અંકુશમાં રાખવા માટે સરકારે આવતા વર્ષના માર્ચ સુધી તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે 31 માર્ચ, 2024 સુધી ડુંગળીની નિકાસ નીતિને પ્રતિબંધિત શ્રેણીમાં બદલવામાં આવી છે.

ડુંગળી પર 40 ટકા નિકાસ ડ્યૂટી:ઓક્ટોબરની શરૂઆતમાં કેન્દ્ર સરકારે ગ્રાહકોને રાહત આપવા માટે છૂટક બજારોમાં 25 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે બફર ડુંગળીનો સ્ટોક વેચવાનો નિર્ણય લીધો હતો. સરકારે આ વર્ષે 28 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિ ટન 800 ડોલરની લઘુત્તમ નિકાસ કિંમત (MEP) પણ નક્કી કરી હતી. અગાઉ ઓગસ્ટમાં 31 ડિસેમ્બર સુધી ડુંગળી પર 40 ટકા નિકાસ ડ્યૂટી લાદવામાં આવી હતી.

ડુંગળીની નિકાસને કયા સંજોગોમાં મંજૂરી:ડીજીએફટીએ જણાવ્યું હતું કે સરકારની મંજૂરી લીધા પછી અન્ય દેશોને તેમની વિનંતીના આધારે ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ સિવાય આ નોટિફિકેશન પહેલા જ લોડ થયેલ ડુંગળીના માલને પણ નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય જો આ નોટિફિકેશન બહાર પાડ્યા પહેલા ડુંગળીની ખેપ કસ્ટમ્સને સોંપવામાં આવી હોય અને તેને ઈલેક્ટ્રોનિક સિસ્ટમમાં દાખલ કરવામાં આવી હોય તો તે ડુંગળીની નિકાસને પણ મંજૂરી આપવામાં આવે છે. આવતા વર્ષે 5 જાન્યુઆરી સુધી આવા માલની નિકાસ કરી શકાશે.

વાર્ષિક ભાવ વધારો ઊંચો રહ્યો:ચાલુ નાણાકીય વર્ષમાં 1 એપ્રિલથી 4 ઓગસ્ટ વચ્ચે દેશમાંથી 9.75 લાખ ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી. નિકાસ મૂલ્યની દ્રષ્ટિએ ટોચના ત્રણ આયાત કરનારા દેશો બાંગ્લાદેશ, મલેશિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) છે. ખરીફ પાકની મોસમમાં ડુંગળીના વાવેતર હેઠળના વિસ્તારમાં ઘટાડો થવાના અહેવાલો વચ્ચે તેના ભાવ વધવા લાગ્યા છે. ઓક્ટોબરના જથ્થાબંધ ફુગાવાના આંકડા અનુસાર શાકભાજી અને બટાકાના ફુગાવામાં અનુક્રમે 21.04 ટકા અને 29.27 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે ડુંગળીનો વાર્ષિક ભાવ વધારો 62.60 ટકાના દરે ઊંચો રહ્યો છે.

  1. અમદાવાદ અને જામનગરમાં કુલ 3 રેડમાં રુપિયા 93 લાખનું 13,849 કિલો નકલી ઘી ઝડપાયું
  2. કચ્છ-બન્ની ઘાસના મેદાનોમાં ચિત્તા ફરીથી જોવા મળશે, કેન્દ્ર સરકારે બ્રીડિંગ સેન્ટર પ્રોજેક્ટને આપી મંજૂરી

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details