નવી દિલ્હી : ભારત અને ઓસ્ટ્રેલિયાએ શનિવારે આર્થિક સંબંધોને(Economic relations between Ind and Aus) વેગ આપવા માટે આર્થિક સહયોગ અને વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા(IND AND AUS TRADE AGREEMENT). આ કરાર હેઠળ, ઓસ્ટ્રેલિયા તેના બજારમાં 95 ટકાથી વધુ ભારતીય માલસામાનને ડ્યુટી ફ્રી એક્સેસ આપશે, જેમાં કાપડ, ચામડું, જ્વેલરી અને સ્પોર્ટ્સ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલ અને ઓસ્ટ્રેલિયાના વેપાર, પ્રવાસન અને રોકાણ પ્રધાન ડૈન ટેહને એક ઓનલાઈન સમારોહમાં ભારત-ઓસ્ટ્રેલિયા આર્થિક સહકાર અને વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયન સમકક્ષ સ્કોટ મોરિસન પણ હાજર હતા.
આ પણ વાંચો - રશિયાના વિદેશ પ્રધાને વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત
મોદીનું મંતવ્ય -વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો માટે આ ખરેખર મહત્વપૂર્ણ ક્ષણ છે. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન મોરિસને કહ્યું કે આ કરારથી ભારત સાથે ઓસ્ટ્રેલિયાના ગાઢ સંબંધો વધુ ગાઢ બનશે. આ પ્રસંગે વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, આ કરાર આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને 27 ડોલર બિલિયનથી વધારીને 45-50 ડોલર બિલિયન કરવામાં મદદ કરશે.
આ પણ વાંચો - Kejriwal-Mann Gujarat visit: અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને લીધી ગાંધી આશ્રમની મુલાકાત
ભારતને શૂન્ય ડ્યુટીની અપાઇ ઓફર -ઓસ્ટ્રેલિયા આ કરાર હેઠળ પહેલા દિવસથી નિકાસના મૂલ્યના લગભગ 96.4 ટકા પર ભારતને શૂન્ય ડ્યુટી ઓફર કરી રહ્યું છે. આમાં ઘણા ઉત્પાદનોનો સમાવેશ થાય છે જે હાલમાં ઑસ્ટ્રેલિયામાં ચારથી પાંચ ટકાની કસ્ટમ ડ્યુટી આકર્ષે છે. આ કરારથી કાપડ અને વસ્ત્રો, પસંદગીના કૃષિ અને મત્સ્યઉદ્યોગ ઉત્પાદનો, ચામડા, ફૂટવેર, ફર્નિચર, રમતગમતના ઉત્પાદનો, જ્વેલરી, મશીનરી, ઇલેક્ટ્રિક માલસામાન અને રેલવે વેગન જેવા શ્રમ સઘન ક્ષેત્રોને લાભ થશે.
ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધો બનશે મજબૂત -ઓસ્ટ્રેલિયા ભારત માટે 17મો સૌથી મોટો વેપારી ભાગીદાર છે અને ભારત ઓસ્ટ્રેલિયા માટે નવમો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. 2021માં બંને દેશો વચ્ચે માલસામાન અને સેવાઓમાં દ્વિપક્ષીય વેપાર 27.5 ડોલર બિલિયન હતો. 2021 માં, ભારતમાંથી માલની નિકાસ 6.9 ડોલર બિલિયન અને આયાત 15.1 ડોલર બિલિયન હતી. ભારત ઓસ્ટ્રેલિયામાં જે મુખ્ય વસ્તુઓની નિકાસ કરે છે તેમાં પેટ્રોલિયમ ઉત્પાદનો, કાપડ અને વસ્ત્રો, એન્જિનિયરિંગ માલ, ચામડું, રસાયણો, જેમ્સ અને જ્વેલરીનો સમાવેશ થાય છે. આયાતમાં મુખ્યત્વે કાચો માલ, કોલસો, ખનિજો અને મધ્યવર્તી પદાર્થોનો સમાવેશ થાય છે.