મુંબઈઃ આવતીકાલે મુંબઈમાં વિપક્ષોના ગઠબધન ઈન્ડિયાની ત્રીજી બેઠક યોજાવાની છે. આ બેઠકની બધી તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. આ બેઠકમાં ઈન્ડિયા અઘાડીનો લોગો અને કોઓર્ડિનેટરની જાહેરાત પણ થઈ શકે છે. ઈન્ડિયાની ત્રીજી બેઠકમાં ભાગ લેવા દિગ્ગજ નેતાઓ મુંબઈ પહોંચી રહ્યા છે. નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લા મુંબઈ આવી પહોંચ્યા છે. તેમણે જણાવ્યું કે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ઈન્ડિયાની દરેક બેઠક મહત્વની છે. અમે ફાઈનલ રોડમેપ તૈયાર કરી રહ્યા છીએ.તેમણે બેઠકોની ફાળવણીમાં ઉતાવળ ન કરવા પર ભાર મૂક્યો છે.
માયાવતીનો ઈનકારઃ બસપા પ્રેસિડેન્ટ માયાવતીએ કોઈપણ ગઠબંધનમાં જોડાવાની નામરજી ફરીથી જાહેર કરી છે. તેમણે એક્સ હેન્ડલ(અગાઉ ટ્વિટ)માં જણાવ્યું છે કે NDA અને INDIA ગઠબંધનમાં દરેક પક્ષ ગરીબ વિરોધી, સાંપ્રદાયિક, મૂડીવાદી નીતિઓનું સમર્થન કરે છે. બસપા આ નીતિઓ વિરૂદ્ધ સતત લડાઈ લડી રહ્યું છે. આ પક્ષોના ગઠબંધન સાથે મળીને ચૂંટણી લડવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી.
સાંજે પ્રેસકોન્ફરન્સનું આયોજનઃ INDIA ગઠબંધનની ત્રીજી બેઠક 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે. આ બેઠક વિશે જાણકારી આપવા માટે મહાવિકાસ અઘાડીએ મૂંબઈની હયાત હોટલમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યુ છે. આ પ્રેસ કોન્ફરન્સમાં દિગ્ગજ રાજકીય નેતાઓ ઉપસ્થિત રહેશે. જેમાં એનસીપી પ્રમુખ શરદ પવાર, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે, કૉંગ્રેસ ધારાસભ્ય દળના નેતા બાલાસાહેબ થોરાત, કૉંગ્રેસ કાર્ય સમિતિના સભ્ય અશોક ચવ્હાણનો સમાવેશ થાય છે. INDIA ગઠબંધનની આ ત્રીજી બેઠક ગ્રાન્ડ હયાત હોટલમાં યોજાવાની છે. જેની તૈયારી મહાવિકાસ અઘાડી છેલ્લા મહિનાથી કરી રહ્યું છે. કૉંગ્રેસ, એનસીપી અને ઠાકરે જૂથના અગ્રણીઓ આ બેઠકની તૈયારીઓમાં કોઈ કસર રાખવા માંગતા નથી. તેમણે 15 દિવસમાં આયોજન માટે અનેક બેઠકો યોજી છે.
મલ્લિકાર્જુન રેસમાં સૌથી આગળઃ INDIA ગઠબંધનની આ ત્રીજી બેઠકમાં સમગ્ર દેશમાંથી ભાજપ વિરોધી 27 પક્ષો ભાગ લેશે. કૉંગ્રેસ નેતા સોનિયા ગાંધીની વિશેષ ઉપસ્થિતિ રહેશે.આ ઉપરાંત 7 રાજ્યોના મુખ્યપ્રધાન પણ હાજર રહેશે. 31મી ઓગસ્ટે INDIA ગઠબંધનના લોગોની જાહેરાત કરવામાં આવશે. 1 સપ્ટેમ્બરે INDIA ગઠબંધન દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. INDIA ગઠબંધનના કન્વીનર તરીકે અત્યારે મલ્લિકાર્જુન ખડગેનું નામ સૌથી આગળ છે. કારણ કે ખડગેને INDIA ગઠબંધનના દરેક પક્ષના નેતા સાથે સારો સુમેળ છે. INDIA ગઠબંધનની બેઠક માટે હયાત હોટલના 200 રૂમ બૂક કરવામાં આવ્યા છે. આ ત્રીજી બેઠકમાં ચૂંટણી સંદર્ભે બેઠકોની ફાળવણી કરવા પર ચર્ચા થશે.
- CM KCR Comments : સીએમ કેસીઆરની 'ઇન્ડિયા' પર મોટી ટિપ્પણી, સ્પષ્ટ કર્યું વલણ
- Lok sabha Election 2024: લાલુ પ્રસાદ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કર્યો છે કટાક્ષ, લાલુના નિવેદન પર થઈ શકે છે વિવાદ