નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે વિપક્ષ પાસેથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા માટે સમય માગ્યો હતો. જેથી હિંસાગ્રસ્ત મણિપુરનો મુદ્દો અને ત્યાંની સ્થિતિ તેમની સમક્ષ મૂકી શકાય. સૂત્રોએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત દરમિયાન વિપક્ષી દળો તેમની સમક્ષ મણિપુરની ઘટનાને લઇ સ્થિતિ રજૂ કરી હતી.. વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન 'ઇન્ડિયા'ના ઘટક પક્ષોના 21 સાંસદોનું એક પ્રતિનિધિમંડળ 29-30 જુલાઈના રોજ મણિપુરની મુલાકાતે આવ્યું હતું.
દેશ માટે સુરક્ષાની સમસ્યા : ઇન્ડિયા પ્રતિનિધિમંડળે એ વાત પર ભાર મૂક્યો હતો કે જો છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા મણિપુર વંશીય સંઘર્ષની સમસ્યાનો જલ્દી ઉકેલ નહીં આવે તો દેશ માટે સુરક્ષાની સમસ્યા ઊભી થઈ શકે છે.
ચર્ચા કરવાની માગ : કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા'ના અન્ય ઘટકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મણિપુરમાં જાતીય હિંસા મુદ્દે સંસદમાં નિવેદન આપવા અને ચોમાસુ સત્રના પહેલા જ દિવસથી આ મુદ્દે ચર્ચા કરવાની માગ કરી રહ્યા છે.