- દેશમાં અત્યાર સુધીમાં 20,46,01,176 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો
- ભારતે 2 કરોડથી વધુ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવાની ઐતિહાસિક સિદ્ધિ પણ હાંસલ કરી
- શનિવારે સાંજે 7 વાગ્યા સુધી દેશમાં એન્ટી કોવિડ રસીના 25,28,78,702 ડોઝ આપવામાં આવ્યા
નવી દિલ્હી: આરોગ્ય મંત્રાલયે એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે ભારતે 2 કરોડથી વધુ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવાની ઐતિહાસિક સિદ્ધિ પણ હાંસલ કરી છે. દેશમાં અત્યાર સુધીમાં 20,46,01,176 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે.
18-44 વર્ષની વય જૂથના 18,45,201 લોકોએ પ્રથમ ડોઝ મેળવ્યો
નિવેદનમાં જણાવ્યા અનુસાર 18-44 વર્ષની વય જૂથના 18,45,201 લોકોએ પ્રથમ ડોઝ મેળવ્યો છે. જ્યારે 1,12,633 લોકોએ બંને ડોઝ લીધા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર શનિવારે સાંજે 7 વાગ્યા સુધી દેશમાં એન્ટી કોવિડ રસીના 25,28,78,702 ડોઝ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો:જામનગરના સાંસદ પૂનમ માડમે વેક્સિનનો બીજો ડોઝ લીધો