ગુજરાત

gujarat

ETV Bharat / bharat

એશિયા કપ ફાઈનલ: ભારતીય મહિલા ટીમનો દબદબો યથાવત, શ્રીલંકા કરી શકી માત્ર 66 રન - ભારતીય મહિલા ટીમનો દબદબો યથાવત

ભારતે શનિવારે એશિયા કપ મહિલા T20 ટૂર્નામેન્ટની ફાઇનલમાં શ્રીલંકાને આઠ વિકેટે હરાવ્યું હતુ.(Womens Asia Cup 2022 Final ) ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ સારી રહી હતી, પરંતુ 35 રન પર આવ્યા બાદ બે વિકેટ ગુમાવી દીધી હતી. શેફાલી વર્મા 5 અને જેમિમા રોડ્રિગ્સ 2 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.

એશિયા કપ ફાઈનલ: ભારતીય મહિલા ટીમનો દબદબો યથાવત, શ્રીલંકા કરી શકી માત્ર 66 રન
એશિયા કપ ફાઈનલ: ભારતીય મહિલા ટીમનો દબદબો યથાવત, શ્રીલંકા કરી શકી માત્ર 66 રન

By

Published : Oct 15, 2022, 5:08 PM IST

સિલહટ(બાંગ્લાદેશ): મહિલા એશિયા કપ 2022ની ફાઇનલમાં ભારતે શ્રીલંકાને (IND vs SL) આઠ વિકેટે હરાવ્યું.(Womens Asia Cup 2022 Final ) ભારત સામે શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકાની ટીમે ભારત સામે 66 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, જેને ભારતીય ટીમે 8.3 ઓવરમાં બે વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો. ટીમ ઈન્ડિયા માટે મંધાનાએ શાનદાર 51 રન બનાવ્યા હતા.

66 રનનો ટાર્ગેટઃશ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગકરવાનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. શ્રીલંકાના માત્ર બે બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યા હતા. ભારત તરફથી રેણુકા સિંહ, રાજેશ્વરી ગાયકવાડ અને સ્નેહ રાણાએ શાનદાર બોલિંગ કરીને શ્રીલંકાને 65 રન સુધી રોકી દીધું હતું. આ પછી બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 66 રનનો ટાર્ગેટ 2 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. ટીમ ઈન્ડિયા માટે મંધાનાએ 25 બોલમાં 3 સિક્સ અને 6 ફોરની મદદથી 51 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન હરમન પ્રીત કૌર 11 રન બનાવીને અણનમ રહી હતી.

બે વિકેટ ગુમાવીઃટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ સારી રહી હતી, પરંતુ 35 રન પર આવ્યા બાદ બે વિકેટ ગુમાવી દીધી હતી. શેફાલી વર્મા 5 અને જેમિમા રોડ્રિગ્સ 2 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. પરંતુ સ્મૃતિ મંધાનાએ કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે ઈનિંગને સંભાળી અને મેચ જીતીને વાપસી કરી.

ટોસ જીતીને બેટિંગઃઆ વખતે મહિલા એશિયા કપ બાંગ્લાદેશની યજમાનીમાં રમાયો હતો. ફાઈનલ સહિતની તમામ મેચ સિલહટમાં રમાઈ હતી. ભારતના તબાહી સામે શ્રીલંકાની એક પણ ટીમ ટકી શકી નહીં. શ્રીલંકાએ 9 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી અને તે બંને રનઆઉટ થયા હતા.શનિવારે ભારત સામે મહિલા એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકાની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી જ્યારે ભારતીય ટીમમાં રાધા યાદવની જગ્યાએ દયાલન હેમલતાની વાપસી થઈ છે.

છ વખત જીતી ઃબંને ટીમો પાંચમી વખત એશિયા કપની ફાઈનલમાં આમને સામને થઈ રહી છે. ભારતે આ ટુર્નામેન્ટ સૌથી વધુ છ વખત જીતી છે, જ્યારે શ્રીલંકાની ટીમ ચાર વખત ફાઇનલમાં હારી છે.

બે ટીમો નીચે મુજબ છે.

શ્રીલંકાઃ ચમારી અટાપટ્ટુ, હર્ષિતા સમરવિક્રમા, હસિની પરેરા, અનુષ્કા સંજીવની, નિલાક્ષી ડી'સિલ્વા, કવિશા દિલહારી, મલ્શા સ્નેહાની, ઓશાદી રણસિંઘે, સુગંધા કુમારી, ઈનોકા રણવીરા, અચિની કુલસૂર્યા

ભારત: હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ, સ્નેહ રાણા, રેણુકા ઠાકુર, દયાલન હેમલતા, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ.

ABOUT THE AUTHOR

...view details