ગુજરાત

gujarat

ETV Bharat / bharat

IND vs SA Test : સાઉથ આફ્રિકાને ધૂલ ચટાડવા માટે ટીમ ઈન્ડિયાએ પૂરી કરી તૈયારીઓ, જુઓ વીડિયોમાં બેટ્સમેનોનો તોફાની અંદાજ - रोहित शर्मा

બોક્સિંગ ડે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા સંપૂર્ણ રીતે તૈયાર છે. તે 26 ડિસેમ્બરે સેન્ચુરિયન માં દક્ષિણ આફ્રિકા સામે રમવા જઈ રહી છે. રોહિત શર્માની કેપ્ટન્સી માં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાને હરાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Dec 25, 2023, 4:08 PM IST

નવી દિલ્હીઃરોહિત શર્માની કેપ્ટન્સી માં ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ તેમના દેશમાં 2 ટેસ્ટ મેચની સિરીઝ રમવા જઈ રહી છે. આ શ્રેણીની પ્રથમ મેચ 26 ડિસેમ્બરથી શરૂ થશે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ પોતાની તૈયારી મજબૂત કરી લીધી છે. બોક્સિંગ ડે ટેસ્ટ મેચ પહેલા પ્રેક્ટિસ સેશનમાં ભારતીય ટીમે ઘણો પરસેવો પાડ્યો હતો, જેનો વીડિયો BCCI દ્વારા તેના સત્તાવાર X એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

ખેલાડીઓએ પરસેવો પાડ્યો :આ વીડિયોમાં ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશનની આખી વાર્તા કહેવામાં આવી રહી છે. ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી, રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને કેએલ રાહુલ જોરદાર બેટિંગ કરતા જોવા મળે છે. સેન્ચુરિયનના સુપર સ્પોર્ટ પાર્ક સ્ટેડિયમમાં 26 થી 30 ડિસેમ્બર દરમિયાન રમાનારી પ્રથમ ટેસ્ટ મેચ પહેલા તે જોરશોરથી તૈયારી કરતો જોવા મળે છે.

જિતના ઇરાદે ઉતરશે મેદાનમાં : આ વીડિયોમાં તમે યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર પ્રેક્ટિસ સેશન દરમિયાન ખતરનાક રીતે બેટ્સમેન શિપ ની પ્રેક્ટિસ કરતા જોઈ શકો છો. આ તમામ બેટ્સમેન આક્રમક ક્રિકેટ રમતા જોવા મળે છે. આ સમય દરમિયાન તમે રવિન્દ્ર જાડેજાને મોટી હિટ મારતા જોઈ શકશો. તો હિટમેન રોહિત પણ પોતાની સ્ટાઈલમાં જોવા મળી રહ્યો છે. યશસ્વી જયસ્વાલ પણ શાનદાર કટ અને ડ્રાઇવ શોટ રમતા જોવા મળે છે.

ભારતની ટેસ્ટ ટીમ -રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રીત બુમરાહ (વાઈસ-કેપ્ટન) , પ્રસિદ્ધ કૃષ્ણ, કે.એસ. ભરત (વિકેટકીપર) અને અભિમન્યુ ઇશ્વરન.

  1. INDW VS AUSW TEST : ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવી રચ્યો ઇતિહાસ, ઘરઆંગણે જીતી પ્રથમ શ્રેણી
  2. sports ministry suspends wfi : ખેલ મંત્રાલયે સંજય સિંહ સહિત ભારતીય રેસલિંગ ફેડરેશનને આગામી આદેશ સુધી સસ્પેન્ડ કર્યું

ABOUT THE AUTHOR

...view details