હૈદરાબાદઃ ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ (INDIA VS SOUTH AFRICA 1ST TEST MATCH) 26 ડિસેમ્બરથી (IND vs SA Test Match) રમાશે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા બોક્સિંગ ડે ટેસ્ટ જીતીને વધતા ઈરાદા સાથે સીરીઝમાં પ્રવેશ કરશે, જેથી તે દક્ષિણ આફ્રિકામાં ઈતિહાસ રચવા તરફ આગળ વધી શકે. ઉલ્લેખનીય એ છે કે, ભારત આજ સુધી આફ્રિકામાં એકપણ ટેસ્ટ સીરીઝ જીતી શક્યું નથી, બીજી તરફ, દક્ષિણ આફ્રિકા સેન્ચુરિયનમાં પોતાનો શાનદાર રેકોર્ડ જાળવી રાખવા માંગશે, આ મેદાન પર આફ્રિકાએ 26માંથી 21 ટેસ્ટ મેચ જીતી છે. આફ્રિકા અહીં માત્ર 2 વાર હાર્યું છે.
ભારત પોતાનો રેકોર્ડ સુધારવા માંગે છે
ભારત તરફથી કેએલ રાહુલ (Indian Vice Captain kL Rahul) અને મયંક અગ્રવાલ ઇનિંગની શરૂઆત કરશે. મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહના આવવાથી ટીમ ઈન્ડિયાની બોલિંગમાં એક ધાર આવી ગઈ છે. સપ્ટેમ્બરથી બન્નેએ એક સાથે ટેસ્ટ મેચ રમી નથી. ભારતે 2018માં દક્ષિણ આફ્રિકામાં છેલ્લી ટેસ્ટ સીરીઝ રમી હતી, આ સીરીઝમાં ભારતને 2-1થી હાર મળી હતી. ભારત દક્ષિણ આફ્રિકામાં અત્યાર સુધી માત્ર 3 ટેસ્ટ મેચ જીત્યું છે. ભારત પોતાનો રેકોર્ડ સુધારવા માંગે છે.
લાઈવ ટેલિકાસ્ટ ક્યાં અને કેટલા જોવું