નવી દિલ્હીઃભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ગુરુવારે (21 ડિસેમ્બર) ત્રણ મેચની વનડે શ્રેણીની અંતિમ અને ત્રીજી મેચ રમાશે. આ મેચ દક્ષિણ આફ્રિકાના પાર્લના બોલેન્ડ પાર્ક સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 4.30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ સાંજે 4 વાગ્યે થશે. જ્યારે એડન માર્કરામ દક્ષિણ આફ્રિકાની કમાન સંભાળશે, જ્યારે કેએલ રાહુલ ભારતની કમાન સંભાળતો જોવા મળશે. આ મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે અને ડિઝની પ્લસ હોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમિંગ થશે.
બન્ને ટીમ 1-1 થી બરાબર છે : આ શ્રેણીમાં અત્યાર સુધી 2 મેચ રમાઈ છે, જેમાં પ્રથમ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું હતું. તો બીજી મેચમાં ભારતને દક્ષિણ આફ્રિકાના હાથે 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આ શ્રેણી 1-1 થી બરાબર થઈ ગઈ છે. હવે જે ટીમ અંતિમ મેચ જીતશે તે શ્રેણી 2-1થી જીતી લેશે.
બિજી મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો : ભારત માટે પ્રથમ મેચમાં અર્શદીપ સિંહે 5 અને અવેશ ખાને 4 વિકેટ ઝડપી હતી. બીજી મેચમાં તે પોતાના શ્રેષ્ઠ ફોર્મમાં જોવા મળ્યા ન હતા. આ સિવાય સાઈ સુદર્શને બંને મેચમાં અડધી સદી ફટકારી છે. દક્ષિણ આફ્રિકા તરફથી ટોની ડી જોર્ઝીએ શાનદાર સદી ફટકારી છે.
પીચ રીપોર્ટ : બોલેન્ડ પાર્કની પીચ બેટ્સમેનો માટે મદદરૂપ છે. આ મેદાન પર ફાસ્ટ બોલરોને શરૂઆતમાં મદદ મળે છે પરંતુ જેમ જેમ બોલ જૂનો થાય છે તેમ તેમ સ્વિંગ અને સીમ બંને ગાયબ થઈ જાય છે. અહીં સ્પિનરો માટે મદદ ઓછી છે પરંતુ તેમને પણ મદદ મળવાની અપેક્ષા છે. આવી સ્થિતિમાં બેટ્સમેન સેટ થયા બાદ સરળતાથી મોટો સ્કોર બનાવી શકે છે.
વેધર રીપોર્ટ : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ મેચ પર વરસાદના વાદળ જોવા મળતા નથી. આ મેચમાં વરસાદની લગભગ કોઈ શક્યતા નથી. આવી સ્થિતિમાં, બોલેન્ડમાં ચાહકો બંને ટીમો વચ્ચેની આખી મેચ જોવા મળી શકે છે. આ મેચ સાંજે યોજાવાની છે, જેથી ખેલાડીઓને ગરમીનો અનુભવ થતો નથી.
- ભારત અને દક્ષિણ આફ્રિકાની સંભવિત પ્લેઇંગ 11
ભારત : કેએલ રાહુલ (વિકેટકીપર/કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, તિલક વર્મા, સંજુ સેમસન, રિંકુ સિંહ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, અવેશ ખાન, કુલદીપ યાદવ અને મુકેશ કુમાર.
દક્ષિણ આફ્રિકા : ટોની ડી જોર્ઝી, રીઝા હેન્ડ્રીક્સ, રાસી વાન ડેર ડ્યુસેન, એઈડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન (વિકેટ કિપર), ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, કેશવ મહારાજ, નાન્દ્રે બર્જર, લિઝાદ વિલિયમ્સ અને બ્યુરાન હેન્ડ્રીક્સ.
- YEAR ENDER 2023: એશિયન ગેમ્સમાં ભારતીય એથ્લેટ્સ છવાઈ ગયા
- શમી સહિત 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડ, ચિરાગ અને સાત્વિકને ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે