નવી દિલ્હીઃકેપટાઉનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચના પહેલા જ દિવસે ટીમ ઈન્ડિયાના નામે એક અનિચ્છનીય રેકોર્ડ નોંધાઈ ગયો છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ દાવમાં 55 રનમાં સમેટાઈ ગઈ હતી. આ પછી ભારતનો પ્રથમ દાવ 153 રનમાં સમેટાઈ ગયો હતો.
11 બોલમાં 6 વિકેટ ગુમાવી : ભારતે તેની છેલ્લી 6 વિકેટ માત્ર 11 બોલમાં ગુમાવી દીધી હતી. આ સાથે ભારતના 6 બેટ્સમેન શૂન્ય રને આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા હતા. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દિવસના અંતે 62 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી છે. હાલમાં ભારત દક્ષિણ આફ્રિકાથી 36 રનથી પાછળ છે.
ભારતનો શરમજનક રેકોર્ડ : આ સાથે ટીમ ઈન્ડિયાના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે. વાસ્તવમાં, 147 વર્ષના અને 2522 ટેસ્ટ મેચના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે કોઈ ટીમના 6 બેટ્સમેન શૂન્ય (0) પર આઉટ થયા હોય જ્યારે એક બેટ્સમેન શૂન્યના સ્કોર પર અણનમ રહીને પેવેલિયન પરત ફર્યો હોય. ભારત તરફથી યશસ્વી જયસ્વાલ (0), શ્રેયસ ઐયર (0), રવિન્દ્ર જાડેજા (0), જસપ્રિત બુમરાહ (0), મોહમ્મદ સિરાજ (0), પ્રસિદ્ધ કૃષ્ણ (0) અને મુકેશ કુમાર (0*) પેવેલિયન પરત ફર્યા હતા. આ સાથે ભારતીય ટેસ્ટ ટીમના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે ટીમના 7 બેટ્સમેન શૂન્ય પર ડગઆઉટમાં પરત ફર્યા હોય.
કોઈ રન ઉમેર્યા વગર 6 વિકેટ ગુમાવી દીધી :ભારત તરફથી કેએલ રાહુલ (8) અને વિરાટ કોહલી (46) 33મી ઓવરમાં રન બનાવીને રમી રહ્યા હતા. તે સમયે ટીમનો સ્કોર 4 વિકેટે 153 રન હતો. આ પછી લુંગી એનગિડી આવ્યો અને તેણે એક પણ રન ન બનવા દીધો અને ત્રણ બેટ્સમેનોને આઉટ કર્યા. બીજી જ ઓવરમાં કાગિસો રબાડાએ મેડન ઓવર નાખી અને ત્રણ બેટ્સમેનોને આઉટ કર્યા. ટીમ ઈન્ડિયા 153થી આગળ એક પણ રન ઉમેરી શકી ન હતી અને કોઈ રન ઉમેર્યા વિના 6 વિકેટ ગુમાવી દીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ ટીમના 6 બેટ્સમેન 0 પર આઉટ થયા હોય.
- રોહિતે દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચ પહેલા ટીમના ખેલાડીઓને આ મહત્વપૂર્ણ સુચના આપી...
- Ahmedabad News: એસ કે યુનાઈટેડ ફૂટબોલ દ્વારા અમદાવાદ પ્રીમિયર લીગની 3જી સીઝન યોજાઈ