નવી દિલ્હીઃભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી વનડે મેચ આજે સાંજે 4.30 કલાકે ગકેબરહાના સેન્ટ જ્યોર્જ પાર્ક સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતે પ્રથમ વનડે મેચમાં દક્ષિણ આફ્રિકાને 8 વિકેટે હરાવીને શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ક્રિકેટ પ્રેમીઓ આ મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકશે જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર પર થશે. હવે એડમ માર્કરમ પાસે ઘરઆંગણે બીજી મેચ જીતીને 3 મેચની વનડે શ્રેણી 1-1થી બરાબર કરવાની તક હશે. જો ભારત આ મેચ જીતશે તો કેએલ રાહુલની ટીમ આ ત્રણ મેચની શ્રેણી જીતી જશે.
અર્શદીપ અને આવેશ પાસેથી ફરી આશા: ભારત માટે છેલ્લી મેચમાં અર્શદીપ સિંહ અને આવેશ ખાને શાનદાર બોલિંગ કરીને દક્ષિણ આફ્રિકાની બેટિંગની કમર તોડી નાખી હતી. જ્યારે ડેબ્યુ મેચમાં સાંઈ સુદર્શને શાનદાર ઈનિંગ્સ રમીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સુદર્શને 55 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઈનિંગ બાદ તેણે ઈન્ટરવ્યુમાં પોતાની ઈનિંગ વિશે કંઈક ખાસ વાત કહી હતી. તેનો વીડિયો BCCIએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર શેર કર્યો છે.
સાંઈ સુદર્શને પોતાના ડેબ્યુ બાદ કહી આ મોટી વાત: સાઈ સુદર્શને કહ્યું, 'આ બહુ સારું છે. આપ એક યુવા ખેલાડી તરીકે, પોતાના દેશ માટે રમવા અને ટ્રોફી જીતવા માંગો છો. હું ખૂબ જ ખુશ છું અને મારા માટે આ ખૂબ જ સુંદર અનુભૂતી છે. વિકેટ બેટિંગ માટે સરળ ન હતી પરંતુ અમે પરિસ્થિતિઓ અનુસાર કામ કર્યું. અમે ભાગીદારી બનાવી અને વિકેટ વિશે એકબીજા સાથે વાત કરતા રહ્યા. હું અગાઉ પણ અહીં ઈન્ડિયા A માટે મેચ રમી ચૂક્યો છું, જેના કારણે મને અહીંની પરિસ્થિતિઓને અનુરૂપ બનવાની તક મળી.
સાઈ સુદર્શને પોતાના અનુભવોને ગણાવ્યાં અદભૂત: તેણે આગળ કહ્યું કે, 'બોલ જોયા પછી હું તે પ્રમાણે રમી રહ્યો હતો, પરંતુ પહેલી બોલ પર બાઉન્ડ્રી મેળવવી એ એક સારો અનુભવ હતો. મારું નામ જ્યારે ટીમમાં હતું ત્યારે હું ખૂબ ખુશ હતો અને આજે પણ છું. મારા માટે, કેપ મેળવવી એ એક મહાન અનુભવ છે અને હું કેપ મેળવવાની આ સંસ્કૃતિ ખુબ પસંદ કરૂં છે. મારા માટે રાષ્ટ્રગીત વાગવું પણ ખૂબ જ ભાવુક હતું.
- IPL 2024 ઑક્શન: દુબઈમાં શરૂ થઈ હરાજી, જાણો કઈ ટીમે ક્યાં ખેલાડી પર લગાવી બોલી
- IPL 2024 ના ઓક્શન શેડ્યુલમાં ફેરફાર, જાણો હવે ક્યારે અને ક્યાં થશે હરાજી