લખનૌ:ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA 1st ODI) વચ્ચેની 3 વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમેચોની શ્રેણીની, પ્રથમ મેચ આજે વરસાદને કારણે અડધા કલાકના (match will start half an hour late) વિલંબ સાથે શરૂ થશે. છેલ્લા 2 દિવસથી અહીં વરસાદ પડી રહ્યો છે અને મેચ દરમિયાન પણ વરસાદની સંભાવના છે.
ભારતીય ટીમ પ્રેક્ટિસ સેશનથી વંચિત:ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ ટ્વીટ કરી કહ્યું કે, મેચમા વરસાદનાકારણે વિલંબ. પ્રારંભિક નિરીક્ષણ પછી, લખનૌમાં ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA 1st ODI) વચ્ચેની ODI મેચનો સમય અડધો કલાક વધારવામાં આવ્યો છે. મેચ હવે બપોરે 2 વાગ્યે શરૂ થશે જ્યારે ટોસ બપોરે 1 વાગ્યાને બદલે 1:30 વાગ્યે થશે. વરસાદના કારણે બુધવારે ભારતીય ટીમ વૈકલ્પિક પ્રેક્ટિસ સેશનમાં પણ ભાગ લઈ શકી ન હતી.
પીચ બેટ્સમેન અને બોલર બંન્ને માટે અનુકૂળ:લખનૌના (IND vs SA 1st ODI First match today) ઈકાના સ્ટેડિયમની પીચ સંતુલિત છે અને બેટ્સમેનોને ફાયદો મળશે. કાળી માટીથી બનેલી પીચમાં બોલરોને બાઉન્સ મળશે. તેનાથી ફાસ્ટ બોલરો અને સ્પિનરો બંનેને ફાયદો થશે. ઝડપી બોલરોને શરૂઆતની ઓવરોમાં થોડો સ્વિંગ મળી શકે છે. પિચમાં બાઉન્સ પણ સારો છે અને બોલરો તેનો ઉપયોગ કરી શકે છે. જેમ જેમ મેચ આગળ વધશે તેમ બોલ પિચ પર અટકી જશે. આવી સ્થિતિમાં ઝડપી બોલરો ધીમા બોલનો સારો ઉપયોગ કરી શકે છે.