- અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 28મી વાર 5 વિકેટ લીધી
- બીજી ઇનિંગના પહેલા બોલમાં વિકેટ લેવાનો 114 વર્ષ જુનો રેકોર્ડ અશ્વિને પોતાના નામે કર્યો
- 1888માં બોબી પીલ અને 1907માં બર્ટ વોલ્ગરે આ સિદ્ધિ હાંસલ કરી
હૈદરાબાદ : હાલ ઇંગ્લેન્ડ-ભારતની ટેસ્ટ સિરિઝ ચાલી રહી છે. આ સિરિઝની પ્રથમ ટેસ્ટ રમાઇ રહી છે. જેમાં ઇંગ્લેન્ડ બીજી ઇનિંગમાં 178 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. જે બાદ ભારતને 420 રનનો ટારગેટ મળ્યો હતો, જેના જવાબમાં ભારતે ટેસ્ટના ચોથા દિવસે બીજી ઇનિંગમાં 1 વિકેટ ગુમાવીને 39 રન બનાવ્યા છે.
અશ્વિને ઇંગ્લેન્ડ સામે ચોથી દિવસે 61 રન આપીને 6 વિકેટ લીધી
ભારતીય ક્રિકેટ ટીમના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને બીજી ઇંનિંગમાં શાનદાર બોલિંગ કરીને 6 વિકેટ લેવામાં સફળતા મળી હતી. અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 28મી વાર 5 વિકેટ લીધી છે. જ્યારે ઇંગ્લેન્ડ સામે અશ્વિને ચોથી વાર 5 વિકેટ લીધી છે. અશ્વિને ઇંગ્લેન્ડ સામે ચોથી દિવસે(બીજી ઇનિંગ)માં 61 રન આપીને 6 વિકેટ લીધી હતી. જ્યારે અશ્વિને પહેલી ઇનિંગમાં 146 રન આપીને 3 વિકેટ પોતાના નામે કરી હતી.
5 વિકેટ લેવામાં દિગ્ગજ અનિલ કુંબલે બાદ બીજા ભારતીય બોલર બન્યો અશ્વિન
આ સાથે જ સૌથી વધું 5 વિકેટ લેવામાં દિગ્ગજ અનિલ કુંબલે બાદ બીજા ભારતીય બોલર બની ગયો છે. કુંબલે એ 132 મેચમાં 35 વાર 5 કે તેથી વધુ વિકેટ લીધી છે. આ ઉપરાંત અશ્વિનને બીજી ઇનિંગના પહેલા બોલમાં વિકેટ લેવાનો 114 વર્ષ જુનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. અશ્વિના બોલમાં રોરી બર્ન્સનો કેચ અજિંક્ય રહાણેએ કર્યો હતો. આ સાથે જ અશ્વિન કોઇપણ ટેસ્ટમાં ઇનિંગની પહેલા બોલ પર વિકેટ લેવાવાળો દુનિયાનો 3જો બોલર બની ગયો છે.
ટેસ્ટ ક્રિકેટમાં 114 વર્ષ પહેલા 1888માં બોબી પીલ અને 1907માં બર્ટ વોલ્ગરે આ સિદ્ધિ હાંસલ કરી
ટેસ્ટ ક્રિકેટમાં 114 વર્ષ પહેલા 1888માં બોબી પીલ અને 1907માં બર્ટ વોલ્ગરે આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ યાદીમાં હવે 3જુ નામ ભારતના અશ્વિનનું છે. સૌથી પહેલા 1888માં બોબી પીલે ઓસ્ટ્રેલિયા સામે એલેક બૈનરમૈનને ઇનિંગના પહેલા જ બોલમાં આઉટ કર્યો હતો. જે બાદ 1907માં રમવામાં આવેલી મેચમાં સાઉથ આફ્રિકાના સ્પિનર બર્ટ બોગલરે ઇંગ્લેન્ડના બેટ્સમેન ટોમ હેવર્ડને આઉટ કર્યો હતો.