ગુજરાત

gujarat

ETV Bharat / bharat

IND vs BAN Match Highlights : ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું, કોહલીએ 48મી ODI સદી ફટકારી - ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું

ભારતે ગુરુવારે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું અને વર્લ્ડ કપ 2023માં સતત ચોથી જીત હાંસલ કરી. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ માત્ર સિક્સર ફટકારીને જ વિજયી રન બનાવ્યા નથી પરંતુ વનડેમાં તેની 48મી સદી પણ પૂરી કરી છે.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Oct 20, 2023, 6:33 AM IST

પુણે : વિરાટ કોહલીએ વિજયી છગ્ગો ફટકારીને તેની ODI કારકિર્દીની 48મી સદી પૂરી કરી હતી કારણ કે ભારતે ગુરુવારે અહીં 51 બોલ બાકી રહેતા બાંગ્લાદેશને સાત વિકેટે હરાવીને ODI વર્લ્ડ કપમાં તેનું વિજય અભિયાન ચાલુ રાખ્યું હતું.

ભારતની ભવ્ય જીત : રોહિત શર્મા (40 બોલમાં 48 રન) અને શુભમન ગિલ (55 બોલમાં 53 રન)એ પ્રથમ વિકેટ માટે 88 રન જોડીને ભારતને સારી શરૂઆત અપાવી હતી. આ પછી કોહલીનું બેટ રમતમાં આવ્યું અને તેણે 97 બોલમાં અણનમ 103 રન બનાવ્યા જેમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે કેએલ રાહુલ (અણનમ 34) સાથે મળીને ચોથી વિકેટ માટે 83 રન જોડ્યા, જેનાથી ભારતનો સ્કોર 41.3 ઓવરમાં ત્રણ વિકેટે 261 રન થયો.

257 રનનો લક્ષ્યાંક આપ્યો હતો : પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમ સારી શરૂઆત છતાં 8 વિકેટે 256 રન જ બનાવી શકી હતી. તેની તરફથી લિટન દાસે 66 રનનું યોગદાન આપ્યું, તેના ઓપનિંગ પાર્ટનર તંજીદ હસને 51 રન અને મહમુદુલ્લાહે 46 રનનું યોગદાન આપ્યું. ભારત તરફથી જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજે બે-બે વિકેટ લીધી હતી.

વિરાટે 26,000 રન પૂરા કર્યા : ભારતની આ સતત ચોથી જીત છે, જેણે સેમિફાઇનલમાં પહોંચવાની તેની આશા વધારી દીધી છે. ભારતે ચાર મેચમાં ચાર જીત સાથે ન્યુઝીલેન્ડની બરાબરી કરી લીધી છે, પરંતુ કિવી ટીમ સારા રન રેટના આધારે ટોચ પર યથાવત છે. મેચની અંતિમ ક્ષણોમાં કોહલી તેની સદી પૂરી કરી શકશે કે કેમ તેના પર તમામની નજર હતી. રાહુલે પોતાના બેટ પર કંટ્રોલ રાખ્યો હતો જ્યારે કોહલીએ સ્ટ્રાઈક પોતાની પાસે રાખી હતી. તેણે હસન મહમૂદ અને નસુમ અહેમદ પર છગ્ગા ફટકારીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ટૂંકી ઇનિંગ્સમાં 26000 રન પૂરા કર્યા. કોહલીએ નસુમ પર વિજયી છગ્ગો ફટકાર્યો અને સચિન તેંડુલકરના 49 સદીના રેકોર્ડ તરફ આગળ તરફ વધ્યો.

  1. World Cup 2023 IND vs BAN : ભારતે બાંગ્લાદેશને 256 રનમાં રોક્યું, બુમરાહ-સિરાજ-જાડેજાએ 2-2 વિકેટ લીધી
  2. World Cup 2023 : મુશ્ફિકુર રહીમના પિતા મહેબૂબ હબીબે કહ્યું, બાંગ્લાદેશ ભારતને હરાવી દેશે

ABOUT THE AUTHOR

...view details