નાગપુર:ભારતીય ક્રિકેટર રોહિત શર્માએ 16મી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં શાનદાર બેટિંગ કરી છે. ટેસ્ટ મેચમાં T20, ODI અને ટેસ્ટ એમ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે.
શર્મા પાંચ મહિના બાદ ટેસ્ટ ક્રિકેટમાં પરત:ટેસ્ટ મેચમાં પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતીય બોલરોની સામે ટકી શકી ન હતી. રવીન્દ્ર જાડેજાની સ્પિનમાં કાંગારુઓ એવી રીતે ફસાઈ ગયા કે તેઓ 177 રન જ કરી શક્યા હતા. રોહિત શર્માની ટેસ્ટ કરિયર રોહિત શર્મા 46મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. તેમણે ટેસ્ટમાં 9 સદી અને 1 બેવડી સદી પણ ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 212 નોંધાયો છે. રોહિત શર્મા પાંચ મહિના બાદ ટેસ્ટ ક્રિકેટમાં પરત ફર્યો છે. વર્ષ 2022ના અંતમાં જ્યારે ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશના પ્રવાસે હતી ત્યારે ઈજાના કારણે તેને ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થવું પડ્યું હતું. આ પછી કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જો કે હાલ તેઓ એકદમ ફિટ છે.
આ પણ વાંચો:આજથી મહિલા T20 વર્લ્ડ કપનો આરંભ, પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા