ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Ind Vs Aus 4th Test Match : ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચમાં શુભમન ગિલે તેના કરિયરની બીજી સદી ફટકારી - शुभमन गिल चेतेश्वर पुजारा

ભારત અને ઓસ્ટ્રેલિય વચ્ચે અત્યારે અમદાવાદમાં ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 480 રન બનાવ્યા હતા. શુભમન ગિલ ચોથી ટેસ્ટમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. શાનદાર બેટિંગ કરતાં તેણે છેલ્લી ટેસ્ટના ત્રીજા દિવસે પોતાની સદી પૂરી કરી હતી અને તેને સાથ આપતા પૂજારા 42 રન બનાવ્યા હતા.

Etv Bharat
Etv Bharat

By

Published : Mar 11, 2023, 4:23 PM IST

નવી દિલ્હીઃભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ અમદાવાદ ખાતે રમાઇ રહી છે. બોર્ડર ગાવસ્કર સિરીઝની છેલ્લી મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમનો સ્કોર 3 વિકેટ ગુમાવીને 254 રન થયા છે. ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ વિકેટ રોહિત શર્માના રૂપમાં ગુમાવી હતી. આ ઇનિંગમાં રોહિત શર્મા અને શુભમન ગીલે ઓપનિંગ કર્યું હતું. રોહિત શર્મા 35 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો અને ત્યારબાદ શુભમન ગીલે ટીમની બાગડોર સંભાળી હતી. શુભમન ગિલે શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. ગિલે 235 બોલમાં 128 રન બનાવીને આઉટ થયો હતો. ટેસ્ટ કરિયરમાં ગિલની આ બીજી સદી છે.

ગીલે કરિયરની બીજી સદી પુરી કરી :86 ઓવરમાં ભારતનો સ્કોર 3 વિકેટે 254 રન છે. ભારતની શરુઆત સારી જોવા મળી રહી છે. મેદાન પર ગીલ અને પુજારાએ સારુ પર્ફોમશ કર્યું હતું. પૂજારા 42 રન બનાવીને LBW આઉટ થયો હતો. ગિલ અને પૂજારાએ 113 રનની ભાગીદારી નોંધાવી હતી. હાલમાં ક્રિઝ પર વિરાટ કોહલી અને જાડેજા મૌજુદ છે. વિરાટ કોહલી 42 રન બનાવીને તેમજ જાડેજા 03 રન બનાવીને ક્રિઝ પર મૌજૂદ છે. રોહિત શર્માએ 58 બોલમાં 35 રન, શુભમન ગીલે 235 બોલમાં 128 રન, ચેતેશ્વર પુજારા 121 બોલમાં 42 રન બનાવીને આઉટ થયો છે. ભારત હજી પણ ઓસ્ટ્રેલિયાથી 222 રન પાછળ છે.

બેવડી સદી મારનાર ગિલ યુવા ખેલાડી બની ગયો હતો : શુભમન ગિલે વનડેમાં 145 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી હતી. તે 149 બોલમાં 208 રન બનાવીને આઉટ થયો હતો. ગિલે આ ઇનિંગમાં 9 ફોર અને 19 સિક્સર ફટકારી હતી. શુભમન ગિલ વનડેમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી પણ બની ગયો છે. તેણે ઈશાન કિશનનો રેકોર્ડ તોડ્યો હતો. ગયા મહિને જ ઈશાને બાંગ્લાદેશ સામે 210 રન બનાવ્યા હતા. તે સમયે તેમની ઉંમર 24 વર્ષ 145 દિવસની હતી. ગિલે 23 વર્ષ અને 132 દિવસની ઉંમરમાં બેવડી સદી ફટકારી છે. આ સાથે ન્યૂઝીલેન્ડ સામે કોઈપણ બેટ્સમેનની આ સૌથી મોટી ઈનિંગ છે. ગિલે સચિન તેંડુલકરનો 186 રનનો રેકોર્ડ તોડ્યો હતો. સચિને પણ 1999માં હૈદરાબાદમાં જ આ કારનામું કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details