અમદાવાદ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણી રમાઈ રહી છે. ભારતે શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને એક દાવ અને 132 રને હરાવ્યું હતું. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી બીજી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવ્યું હતું. મધ્યપ્રદેશના ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી મેચમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 9 વિકેટે હારી ગઈ હતી. ત્રણેય મેચ ત્રણ દિવસમાં પૂરી થઈ ગઈ.
ઓસ્ટ્રેલિયન ટીમ લંચ સુધી - 75/2 (29):અમદાવાદ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે લંચ સુધીમાં ઓસ્ટ્રેલિયન ટીમે 2 વિકેટ ગુમાવીને 75 રન બનાવી લીધા છે. ટ્રેવિસ હેડ 32 અને માર્નસ લાબુશેન 3 રન બનાવીને આઉટ થયા હતા. પહેલા અશ્વિને હેડને આઉટ કર્યો હતો. ત્યારબાદ શમીએ લાબુશેનનો શિકાર કર્યો. હાલમાં સ્ટીવ સ્મિથ 2 રન અને ઉસ્માન ખ્વાજા 27 રન પર અણનમ છે.
બેટિંગ કરવાનો નિર્ણય: ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો વચ્ચે 4 મેચની સીરીઝની આ છેલ્લી અને મહત્વપૂર્ણ મેચ છે. હાલમાં ભારતીય ટીમ શ્રેણીમાં 2-1થી આગળ છે. આ મેચ માટે ભારતીય ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની જગ્યાએ મોહમ્મદ શમીને તક આપવામાં આવી હતી.ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.