નવી દિલ્હીઃબોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. પ્રથમ દાવના આધારે એક રનની લીડ લીધા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમે તેના બીજા દાવમાં બીજા દિવસની રમત પૂરી થવા સુધી એક વિકેટે 61 રન બનાવી લીધા છે. ઓસ્ટ્રેલિયાની કુલ લીડ 62 રન પર પહોંચી ગઈ છે. ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેન અણનમ છે.
બિજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયા પાસે 62 રનની લિડ : શુક્રવારે ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 263 રનમાં સમેટાઈ ગયું હતું. તે જ સમયે, ભારત પણ પ્રથમ દાવમાં 262 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી અક્ષર પટેલે સૌથી વધુ 74 રન બનાવ્યા હતા. તેમના સિવાય વિરાટ કોહલીએ 44 રન, રવિચંદ્રન અશ્વિને 37 રન, કેપ્ટન રોહિત શર્માએ 32 રન અને રવિન્દ્ર જાડેજાએ 26 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લિયોને પાંચ, મેથ્યુ કુહનેમેન અને ટોડ મર્ફીએ બે-બે વિકેટ ઝડપી હતી.
ભારતનો પ્રથમ દાવ :ભારતીય બેટ્સમેનો નાથન લિયોનની સ્પિનમાં કેચ થઈ ગયા. ભારત તરફથી લિયોને પાંચ વિકેટ લીધી હતી. તેણે કેએલ રાહુલ અને ચેતેશ્વર પૂજારાને એલબીડબલ્યુ આઉટ કર્યા હતા. આ સાથે જ કેપ્ટન રોહિત શર્માને પણ નાથન લિયોને વોક કરાવ્યો હતો. લિયોને શ્રેયસ અય્યરને પીટર હેન્ડ્સકોમ્બના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ટોડ મર્ફીએ રવિન્દ્ર જાડેજાને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. જાડેજાએ 26 રન બનાવ્યા હતા. મેથ્યુ કુહનેમેને વિરાટ કોહલીને પેવેલિયન મોકલ્યો હતો. કોહલી એલબીડબલ્યુ આઉટ.
ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવ :દિલ્હી ટેસ્ટમાં ટોસ જીતીને કાંગારુઓએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ આખી ટીમ ભારતીય બોલરો સામે એક દિવસ પણ ટકી શકી ન હતી. કાંગારૂઓએ મોહમ્મદ શમી, રવીન્દ્ર જાડેજા અને આર. અશ્વિનનો ભોગ લીધો હતો. સમગ્ર ટીમ 78.4 ઓવરમાં 263 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ડેવિડ વોર્નરે 15, ઉસ્માન ખ્વાજા 81, માર્નસ લાબુશેન 18, સ્ટીવ સ્મિથ 0, ટ્રેવિસ હેડ 12, એલેક્સ કેરી 0, પેટ કમિન્સ 33, ટોડ મર્ફી 0 અને નાથન લિયોને 10 રન બનાવ્યા હતા. પીટર હેન્ડ્સકોમ્બે 142 બોલમાં 72 રનની શાનદાર ઇનિંગ રમી હતી. હેન્ડ્સકોમ્બે ઇનિંગમાં નવ ચોગ્ગા ફટકાર્યા હતા.