ગુજરાત

gujarat

ETV Bharat / bharat

IND vs AUS T20 Match : ભારતે ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવ્યું

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 T20 મેચની સીરીઝ રમાઇ રહી છે(IND vs AUS T20 Match). ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત આઠ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 90 રન બનાવ્યા હતા અને ભારતને 4 બોલ બાકીને આ લક્ષ્યાંક હાંસિલ કર્યો હતો(India beat Australia by six wickets).

IND vs AUS T20 Match
IND vs AUS T20 Match

By

Published : Sep 24, 2022, 6:34 AM IST

Updated : Sep 24, 2022, 7:18 AM IST

નાગપુર: ભારતે ત્રણ મેચની T20I શ્રેણીની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવ્યું છે(India beat Australia by six wickets). ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ આઠ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 90 રન બનાવ્યા હતા અને ભારતને 91 રનનો લક્ષ્યાંક આપ્યો હતો(IND vs AUS T20 Match). જવાબમાં ટીમ ઈન્ડિયાએ 7.2 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ 20 બોલમાં અણનમ 46 રનની ઇનિંગ રમી હતી.

ભારતનો ભવ્ય વિજય ઓસ્ટ્રેલિયા તરફથી મેથ્યુ વેડે 20 બોલમાં 43 રન બનાવ્યા હતા. કેપ્ટન એરોન ફિન્ચે 31 રન બનાવ્યા હતા. આ બે ખેલાડીઓ સિવાય કોઈ બેટ્સમેન બે આંકડા સુધી પહોંચી શક્યો નહોતો. ભારત તરફથી અક્ષર પટેલે બે અને જસપ્રિત બુમરાહે એક વિકેટ ઝડપી હતી. બીજી તરફ કેમરન ગ્રીનને વિરાટ કોહલી અને અક્ષર પટેલે રનઆઉટ કર્યા હતા. સ્ટીવ સ્મિથ હર્ષલ પટેલના હાથે રનઆઉટ થયો હતો.

ટીમમાં ફેરફાર કરાયા ઉમેશ યાદવ અને ભુવનેશ્વર કુમારને પ્લેઇંગ-11માંથી બહાર કરવામાં આવ્યા હતા. આ સાથે જ જસપ્રીત બુમરાહ અને ઋષભ પંતની ટીમમાં વાપસી થઈ છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચે પણ પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા હતા. આ મેચ આઠ ઓવરની હતી.

ભીની પીચના કારણે ઓવરમાં ઘટાડો ભીની જમીનને કારણે ટોસમાં વિલંબ થયો હતો. 7 વાગ્યે પિચનું નિરીક્ષણ કર્યા પછી અમ્પાયરો મેદાન પરની પરિસ્થિતિથી ખુશ નહોતા. જામથાના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન (VCA) સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે સત્તાવાર રીતે મેચ શરૂ થવાની હતી, પરંતુ નાગપુરમાં ભારે વરસાદને કારણે મોડી શરુ થઇ હતી.

Last Updated : Sep 24, 2022, 7:18 AM IST

ABOUT THE AUTHOR

...view details