કાનપુર (ઉત્તરપ્રદેશ): શહેરના પરફ્યૂમ વેપારી પીયૂષ જૈનની ધરપકડ કરવામાં (Income Tax Raid in Uttar Pradesh 2021) આવી છે. તેની પાસેથી 357 કરોડની રોકડ રકમ અને ઘરેણા મળ્યા છે. CGSTની ટીમે CGSTની ધારા 69 હેઠળ તેની ધરપકડ (Perfume trader Piyush Jain arrested) કરી છે. હવે આજે (સોમવારે) કાનપુર કોર્ટમાં તેને રજૂ કરવામાં આવશે. અહીં CGSTની ટીમ રિમાન્ડ માગશે. આપને જણાવી દઈએ કે, છેલ્લા ત્રણ દિવસોથી કાનપુર અને કન્નૌજમાં આવેલા તેના ઘર પર ઈન્કમ ટેક્સ વિભાગ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાઈરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સે (Central Board of Indirect Taxes and Customs- CBIC) દરોડા પાડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પહેલા દિવસે દરોડામાં ટીમને પીયૂષ જૈનના આનંદપુરીમાં આવેલા ઘરથી એટલી રોકડ મળી છે કે, નોટોના થોકડા ભરવા માટે લગભગ 50 બોક્સ લાગ્યા. દરોડામાં 170 કરોડ રૂપિયાથી વધુની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે અને આ સાથે જ અનેક કિલો સોના-ચાંદી પણ મળ્યા (Anonymous property of Piyush Jain confiscated) છે. આંખો ફાડી દેનારો આ કાળા ધનનો ખજાનો દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બન્યો છે. તો આ સાથે લોકોના મગજમાં અનેક પ્રશ્નો પણ આવી રહ્યા છે.
જેમ જેમ દરોડા આગળ વધી રહ્યા છે તેમ તેમ કબજે કરવામાં આવતી રકમ વધી રહી છે. અત્યાર સુધી 357 કરોડ રૂપિયા રોકડ અને ઘરેણા કબજે કરવામાં આવી ચૂક્યા છે. ટીમ સંપૂર્ણ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો-IT Raid Rajkot: સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ટેલિકોમ વેપારી પર આઇટીના દરોડા
પીયૂષ અને તેનો ભાઈ અંબરીશ પરફ્યૂમના વેપારી
ઉલ્લેખનીય છે કે શહેરના છિપટ્ટીના રહેવાસી પીયૂષ જૈન અને તેનો ભાઈ અંબરીશ જૈન પરફ્યૂમના મોટા બિઝનેસમેન છે. પીયૂષ જૈન ઓડોકોમ નામની પરફ્યૂમરી કંપની ચલાવે છે. પરફ્યુમ સિવાય તે પાનમસાલામાં ઉપયોગમાં લેવાતા સુગંધના સંયોજનો પણ તૈયાર કરે છે. તેમની કંપની ઓડો ફર્મ ઘણી પાન મસાલા કંપનીઓને સામાન સપ્લાય કરે છે. આ સાથે દેશના અનેક રાજ્યો ઉપરાંત વિદેશમાં પણ માલ સપ્લાય કરવામાં આવે છે.