ગુજરાત

gujarat

અમેરિકાના ઓક્લાહોમામાં ગોળીબારમાં 4ના મોત, હુમલાખોર પણ માર્યો ગયો

By

Published : Jun 2, 2022, 12:10 PM IST

અમેરિકામાં ફાયરિંગની (Firing In America) ઘટનાઓ અટકી રહી નથી. હવે હોસ્પિટલની બિલ્ડિંગમાં ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં ચાર લોકોના મોત થયા છે. હુમલાખોર પણ માર્યો ગયો છે.

અમેરિકાના ઓક્લાહોમામાં ગોળીબારમાં 4ના મોત, હુમલાખોર પણ માર્યો ગયો
અમેરિકાના ઓક્લાહોમામાં ગોળીબારમાં 4ના મોત, હુમલાખોર પણ માર્યો ગયો

ઓક્લાહોમા (યુએસએ): ઓક્લાહોમાના (Firing In America) તુલસામાં સેન્ટ ફ્રાન્સિસ હેલ્થ સિસ્ટમ હોસ્પિટલમાં બુધવારે એક બિલ્ડિંગમાં ગોળીબારમાં 4 લોકોના મોત થયા હતા. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી હતી. ડેપ્યુટી ચીફ ઓફ પોલીસ જોનાથન બ્રુક્સે મૃત્યુઆંકની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે, હુમલાખોર પણ માર્યો ગયો છે. હુમલાખોરને કેવી રીતે મારવામાં આવ્યો તેની માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી.

આ પણ વાંચો:મેક્સિકોમાં ભયંકર તુફાનના કારણે 10ના મોત, 20 લાપતા

ઘણા લોકો થયા છે ઈજાગ્રસ્ત : પોલીસે સાંજે 6 વાગ્યાના થોડા સમય પહેલા ફેસબુક પર કહ્યું કે, "અધિકારીઓ બિલ્ડિંગના તમામ રૂમની તપાસ કરી રહ્યા છે. અમને જાણવા મળ્યું છે કે, ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે અને ઘણા માર્યા ગયા છે. પોલીસ અને હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેઓ હજુ સુધી મૃતકોની ઓળખ જાહેર કરી શક્યા નથી. સેન્ટ ફ્રાન્સિસ હેલ્થ સિસ્ટમે બુધવારે બપોરે નતાલી મેડિકલ બિલ્ડિંગમાં ગોળીબાર બાદ તેનું પરિસર બંધ કરી દીધું હતું.

આ પણ વાંચો:જૈશ અને લસ્કર-એ-તૈયબાને તાલિબાન મદદ કરે છે: યુએનનો રીપોર્ટ

જો બાઈડને કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું :18 વર્ષના હુમલાખોરે ટેક્સાસની એક પ્રાથમિક શાળામાં ગોળીબાર કર્યો હતો, જેમાં 19 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું. આ સાથે તેણે કહ્યું હતું કે, 'હું થાકી ગયો છું, આપણે પગલાં લેવા પડશે.

ABOUT THE AUTHOR

...view details