ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉધમપુરમાં 120 વર્ષીય ઢોલી દેવીએ વેક્સિન લઈ ગામના લોકોને વેક્સિન અંગે જાગૃત કરતા આર્મીએ સન્માન કર્યું - રસીકરણ અંગે જાગૃતિ

કોરોના સંક્રમણથી બચવા માટે દેશભરમાં કોરોના વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મોટી ઉંમરના લોકો પણ વેક્સિન મુકાવીને લોકોને એક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. તેવામાં જમ્મુ-કાશ્મીરના ડૂડૂ ગામના 120 વર્ષીય ઢોલી દેવીએ કોરોનાની રસી લઈને લોકોને જાગૃત કર્યા છે. આ વડીલ ઢોલી દેવીની હિંમત જોઈને ભારતીય આર્મીના જવાનોએ તેમનું સન્માન કર્યું હતું. આ સાથે જ સમગ્ર ગામના લોકોએ કોરોનાની વેક્સિન લીધી હતી.

ઉધમપુરમાં 120 વર્ષીય ઢોલી દેવીએ વેક્સિન લઈ ગામના લોકોને વેક્સિન અંગે જાગૃત કરતા આર્મીએ સન્માન કર્યું
ઉધમપુરમાં 120 વર્ષીય ઢોલી દેવીએ વેક્સિન લઈ ગામના લોકોને વેક્સિન અંગે જાગૃત કરતા આર્મીએ સન્માન કર્યું

By

Published : May 22, 2021, 9:45 AM IST

  • ઉત્તરી સેનાના કમાન્ડરે જમ્મુ-કાશ્મીરના ઉધમપુરના ડૂડૂ ગામનો કર્યો પ્રવાસ
  • ગામમાં રહેતા 120 વર્ષીય ઢોલી દેવીએ વેક્સિન લઈ લોકોને વેક્સિન માટે કર્યા જાગૃત
  • ઉત્તરી સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ વાય. કે. જોશીએ ઢોલી દેવીનું કર્યું સન્માન

શ્રીનગરઃ ઉત્તરી સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ વાય. કે. જોશીએ જમ્મુ-કાશ્મીરના ઉધમપુરના ડૂડૂ ગામનો ગાર કટિયાસનો પ્રવાસ કર્યો હતો. તે દરમિયાન તેમણે ગામના સૌથી વડીલ 120 વર્ષીય ઢોલી દેવીએ લોકોને કોરોનાની વેક્સિન અંગે કરેલા જાગૃતિના કામ અંગે તેમનું સન્માન કર્યું હતું.

ઢોલી દેવીના કારણે સમગ્ર ગામનું વેક્સિનેશન થયુ

આ પણ વાંચોઃફેફસામાં 80 ટકા ઇન્ફેકશન, વસિયતનામું પણ બનાવી દીધું છતાં 90 વર્ષીય દાદાએ કોરોનાને આપી મ્હાત

ઢોલી દેવીના કારણે સમગ્ર ગામનું વેક્સિનેશન થયુ

તે દરમિયાન લેફ્ટનન્ટ જનરલ જોશીએ કહ્યું હતું કે, ઢોલી દેવી આ ઉંમરમાં સારા આરોગ્યનું જીવતું ઉદાહરણ છે. તેમણે કહ્યું હતું કે, કોરોનાના માહોલમાં એક તરફ જ્યાં શહેરી વિસ્તારના શિક્ષિત લોકો કોરોનાની વેક્સિન લેતા ખચકાય છે તેવામાં 120 વર્ષીય મહિલાએ 17 મેએ વેક્સિનેશન અભિયાનનું નેતૃત્વ કરીને સ્થાનિક લોકોને પણ વેક્સિનેશન અંગે પ્રેરિત કર્યા છે. આ કારણે જ સમગ્ર ગામમાં વેક્સિનેશન માટે આગળ આવ્યું છે.

ઉધમપુરમાં 120 વર્ષીય ઢોલી દેવીએ વેક્સિન લઈ ગામના લોકોને વેક્સિન અંગે જાગૃત કરતા આર્મીએ સન્માન કર્યું

આ પણ વાંચોઃરાજકોટ 95 વર્ષના ગોદાવરીબા ઓક્સિજન પર છતાં લઈ રહ્યા છે ગરબા

લેફ્ટનન્ટ જનરલે છેવાડાના તાલુકા સુધી કરાયેલા વેક્સિનેશન અંગે વખાણ કર્યા

લેફ્ટનન્ટ જનરલે ગામના આરોગ્યકર્મીઓ સાતે વાતચીત કરી હતી અને લોકોને તેમની નિઃસ્વાર્થ સેવા તથા જમ્મુ-કાશ્મીરના છેવાડાના તાલુકામાં પણ કોરોના વેક્સિનેશન અભિયાનમાં મુખ્ય ભૂમિકા ભજવવાના વખાણ કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details