ગુજરાત

gujarat

ETV Bharat / bharat

India Corona Update : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 44,111 નવા કેસો નોંધાયા - The second wave of the corona

દેશમાં કોરોનાની બીજી લહેર (second wave of the corona)ની અસર ધીમે ધીમે ઓછી થઈ રહી છે. આ સાથે નવા કેસોમાં ઘટાડો થયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં, કોરોના ચેપના દૈનિક કેસો 40-50 હજારની આસપાસ આવે છે.

India Corona Update
India Corona Update : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 44,111 નવા કેસો નોંધાયા

By

Published : Jul 3, 2021, 2:03 PM IST

  • દેશમાં કોરોના કેસમાં સતત ઘટાડો
  • છેલ્લા 24 કલાકમાં 44,111 નવા કેસ નોંધાયા
  • દેશમનો રીકવરી રેટ 97.06 ટકા

હૈદરાબાદ: ભારતમાં કોરોના(Corona)ના 44,111 નવા કેસો આવ્યા પછી, દેશમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 3,05,02,362 થઈ છે. 738 નવા મૃત્યુ પછી દેશનો કુલ મૃત્યુઆંક 4,01,050 પર પહોંચી ગયો છે. 57,477 નવા ડિસચાર્જ પછી, દેશમાં ડિસચાર્જની કુલ સંખ્યા 2,96,05,779 થઈ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 4,95,533 છે.

રીકવરી રેટ

છેલ્લા 24 કલાકમાં, દેશમાં કોરોના વાયરસની 43,99,298 લોકોને રસી આપવામાં આવી હતી, જે પછી દેશમાં કુલ રસીકરણનો આંકડો 34,46,11,291 થયો હતો. ભારતમાં 97 દિવસ પછી સક્રિય કેસની સંખ્યા 5 લાખથી ઓછી થઈ હતી. રીકવરી રેટ વધીને 97.06% થયો છે અને દૈનિક પોઝિટિવિટી દર 2.35% છે.

ABOUT THE AUTHOR

...view details