- દેશમાં કોરોનાના કેસ બન્યા બેકાબૂ
- દેશમાં 24 કલાકમાં 4 લાખ કેસ નોંધાયા
- 24 કલાકમાં 4,187 લોકોના મોત
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસ નવા નવા રેકોર્ડ બનાવી રહ્યા છે ત્યારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 4,01,078 કેસ નોંધાયા છે. જ્યારે 3,18,609 લોકો ડિસ્ચાર્જ થયા છે. આ સાથે જ કોરોનાના કારણે 4,187 લોકોના મોત થયા છે.
આ પણ વાંચોઃનવસારીમાં શુક્રવારે વધુ 146 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા
દેશમાં કોરોનાના 37 લાખ એક્ટિવ કેસ
ભારતમાં અત્યાર સુધી કોરોનાના કેસની સંખ્યા 2,18,92,676 થઈ છે. જ્યારે અત્યાર સુધી 1,79,30,960 કોરોનાના દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે કોરોનાના કારણે અત્યાર સુધી 2,38,270 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં અત્યારે 37,23,446 એક્ટિવ કેસ છે.
આ પણ વાંચોઃWHOએ ચીને બનાવેલી કોરોના વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી
ઉત્તરપ્રદેશ અને શ્રીનગરમાં 10 મે સુધી કરફ્યૂ
દેશના અનેક રાજ્યો કોરોનાને કાબૂમાં લાવવા માટે લૉકડાઉન અને રાત્રિ કરફ્યૂ અમલમાં મૂકી રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં કોરોનાના કેસ વધતા 10 મે સુધી કરફ્યૂ લગાવવામાં આવ્યું છે. જ્યારે શ્રીનગરમાં પણ 10 મે સુધી કરફ્યૂ લગાવવામાં આવ્યું છે. દેશમાં કોરોનાના કેસ વધતા ટેસ્ટિંગમાં પણ વધારો થયો છે. દેશમાં અત્યાર સુધી 30,04,10,043 લોકોનું કોરોના ટેસ્ટિંગ થયું છે, જેમાંથી 18,08,344 સેમ્પલ શુક્રવારે લેવામાં આવ્યા હતા.