- દેશમાં છેલ્લા 24 કલાકમાં 36,628 કેસો
- દૈનિક પોઝિટિવ રેટ 2.21 ટકા
- 49,55,138 લોકોને રસી આપવામાં આવી
દિલ્હી: છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 38,628 નવા કેસો નોંધાયા છે અને આ દરમિયાન 617 લોકોના સંક્રમણના કારણે મૃત્યું થયા છે. ભારતમાં કોરોનાના કેસ વધીને 3,18,95,385 થયા છે અને કુલ મૃત્યુઆંક 4,27,317 પર પહોંચી ગયો છે. પાછલા 24 કલાકમાં 40,017 લોકો રીકવર થયા છે, જે બાદ 4,12,153 લોકો સારવાર લઈ રહ્યા છે.
દૈનિક પોઝિટિવ રેટ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં રીકવરી રેટ 97.37 ટકા છે અને દૈનિક પોઝિટિવ રેટ 2.21 ટકા છે. દૈનિક પોઝિટિવ રેટ પાછલા 12 દિવસોથી 3 ટકા ઓછો છે. ICMR મુજબ ભારતમાં શુક્રવારે કોરોના વાયરસ માટે 17,50,081 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, 6 ઓગ્સ્ટ 2021 સુધી 47,83,16,964 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.