- દેશમાં કોરોનાની બીજી લહેર યથાવત્ છે
- આજે (શુક્રવારે) કોરોનાના નવા 31,382 કેસ નોંધાયા
- આજે દેશમાં 32,542 લોકો સાજા થયા
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની બીજી લહેર યથાવત્ છે. દેશમાં દરરોજ નવા કેસ સામે આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે શુક્રવારે સવારે જાહેર કરેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 31,382 નોંધાયા છે. જ્યારે 32,542 લોકો સાજા થયા છે. તો 318 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાના સક્રિય કેસ ઘટીને 3 લાખ થઈ ગયા છે. સાથે જ દેશમાં કોરોનાના સક્રિય કેસ 1,478 ઓછા થઈ ગયા છે.
અડધાથી વધુ કોરોનાના કેસ માત્ર કેરળમાં
દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ કેરળમાં નોંધાયા છે. કેરળમાં અત્યારે કોરોનાના 19,682 નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 45,79,310 થઈ ગઈ છે. રાજ્યમાં 152 લોકોના મોત થતા મૃતકોની કુલ સંખ્યા 24,191 થઈ ગઈ છે. રાજ્યમાં કોરોનાના 1,60,046 દર્દી સારવાર હેઠળ છે.
દેશભરમાં કોરોના સંક્રમણની સ્થિતિ
કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી કુલ 3,35,94,000 લોકો સંક્રમિત થઈ ગયા છે. આમાંથી 4,46,368 લોકોના મોત થયા છે. સારી વાત તો એ છે કે, અત્યાર સુધી 3,28,48,000 લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 3 લાખ જેટલી છે. તો કુલ 3,00162 લોકો હજી પણ કોરોના સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.
કોરોનાના કુલ કેસઃ3,35,94,803
કુલ ડિસ્ચાર્જઃ3,28,48,273