ગુજરાત

gujarat

ETV Bharat / bharat

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 3.57 લાખ કેસ નોંધાયા, 3,449 લોકોના મોત થયા - Union Health Ministry

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 3,57,229 કોસ નોંધાયા હતા. જ્યારે 3,20,289 કોરોનાના દર્દી સાજા થયા હતા. આ ઉપરાંત 3,449 લોકોનું કોરોનાના કારણે મૃત્યુ થયું હતું.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 3.57 લાખ કેસ નોંધાયા, 3,449 લોકોના મોત થયા
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 3.57 લાખ કેસ નોંધાયા, 3,449 લોકોના મોત થયા

By

Published : May 4, 2021, 10:33 AM IST

  • છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 3.57 કેસ નોંધાયા
  • દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 2 કરોડને પાર થઈ
  • દિલ્હી અને આંધ્રપ્રદેશમાં 18,000 કોરોનાના નવા કેસ નોંધાયા

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,57,229 કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 2,02,82,833 થઈ છે. જ્યારે 3,20,289 દર્દી કોરોનામાંથી સાજા થયા હતા. આ સાથે દેશમાં કોરોનામાંથી સાજા થવાની સંખ્યા 1,66,13,292 થઈ છે. તો છેલ્લા 24 કલાકમાં 3,449 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. આ સાથે દેશમાં કોરોનાના કારણે મરનારા લોકોની સંખ્યા 2,22,408 થઈ છે. આ ઉપરાંત દેશમાં અત્યારે 34,47,133 કોરોનાના એક્ટિવ કેસ છે.

આ પણ વાંચોઃનવસારી જિલ્લામાં મંગળવારે વધુ 128 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા

મુંબઈમાં 30 દિવસ પછી પહેલી વખત કોરોનાના કેસ 50,000થી નીચે આવ્યા

દેશના મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત જેવા અનેક રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ તમામની વચ્ચે 30 દિવસ પછી પહેલી વખત મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસ 50,000થી નીચે 48,621 નોંધાયા હતા. જ્યારે 567 લોકોના કોરોનાના કારણે મોત થયા હતા. જ્યારે કર્ણાટકમાં કોરોનાના નવા 44,438, દિલ્હીમાં 18,000, કેરળમાં 26,011 અને આંધ્રપ્રદેશમાં 18,000 કેસ નોંધાયા હતા.

આ પણ વાંચોઃગીર સોમનાથમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 119 કેસ નોંધાયા

ઉત્તરપ્રદેશ સરકારે લૉકડાઉનમાં 2 દિવસનો વધારો કર્યો

વિવિધ રાજ્યોએ કોરોનાને કાબૂમાં લેવા માટે રાત્રિ કરફ્યૂ પણ અમલમાં મુક્યું છે. ઉત્તરપ્રદેશ સરકારે સોમવારે રાજ્યમાં 2 દિવસ લૉકડાઉન વધારવાનો નિર્ણય કર્યો હતો. ઉત્તરપ્રદેશમાં 6 મેએ સવારે 7 વાગ્યા સુધી લૉકડાઉન અમલમાં રહેશે.

ABOUT THE AUTHOR

...view details