- ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે (Institute of Chartered Accountants) સી.એ. ફાઈનલ (CA Final)નું પરિણામ જાહેર કર્યું
- મધ્યપ્રદેશના મુરૈનાના રહેવાસી ભાઈ-બહેને સી. એ. ફાઈનલની (CA Final) પરીક્ષામાં ટોપ કર્યું
- બહેન નંદની અગ્રવાલે (Nandani Agarwal) ઓલ ઈન્ડિયા લેવલ પર પહેલું સ્થાન મેળવ્યું
- ભાઈ સચિન અગ્રવાલે (Sachin Agarwal) સમગ્ર દેશમાં 18મું સ્થાન મેળવ્યું છે
મુરૈનાઃ ચંબલ અંચલના ભાઈ-બહેનની જોડીએ ચંબલ અંચલનું નામ રોશન કર્યું છે. કોઈ ઘરમાં એક વ્યક્તિનું નામ ટોપમાં નથી આવતું ને આ બંને ભાઈબહેને સી. એસ. ફાઈનલની પરીક્ષાં ટોપમાં સ્થાન મેળવ્યું છે. બહેન નંદની અગ્રવાલે (Nandani Agarwal) ઓલ ઈન્ડિયા લેવલ પર પહેલું સ્થાન મેળવ્યું છે. જ્યારે ભાઈ સચિન અગ્રવાલે (Sachin Agarwal) સમગ્ર દેશમાં 18મું સ્થાન મેળવ્યું છે. ખાસ વાત તો એ છે કે, 19 વર્ષની નંદનીનો સી.એ. ફાઈનલ્સમાં આ પહેલો જ અટેમ્પ્ટ હતો. નંદીની અને સચિને આ ખુશીના અવસર પર ETV Bharat સાથે વાતચીત કરી હતી અને તેમની સફળતાનો મંત્ર બતાવ્યો હતો.
CA ફાઈનલ પરીક્ષામાં ભાઈ-બહેનની જોડીનો કમાલ
નંદની અગ્રવાલે જણાવ્યું હતું કે, તે જ્યાં સુધી પોતાનું કામ પૂરું ન કરી લે, ત્યાં સુધી સુતી નહતી. દરેક દિવસે ભણવાનો એક લક્ષ્ય બનાવતી હતી અને તેને પૂર્ણ કરીને જ સુતી હતી. આ જોશમાં નંદીનીએ સી. એ.ની પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્કમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. નંદની સોશિયલ મીડિયાથી સંપૂર્ણ રીતે દૂર રહે છે. હવે નંદનીએ IIMને પોતાનું લક્ષ્ય બનાવ્યું છે.
નંદની ભણવામાં હંમેશા પ્રથમ સ્થાન પર રહી છે