ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તેલંગાણામાં નકલી દસ્તાવેજના આધારે પાસપોર્ટ બનાવતા 6 આરોપી ઝડપાયા - ગેંગ

તેલંગાણા પોલીસે નકલી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ બનાવી આપનારી ગેંગને ઝડપી પાડી મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે 6 લોકોની ધરપકડ કરી છે.

તેલંગાણામાં નકલી દસ્તાવેજના આધારે પાસપોર્ટ બનાવતા 6 આરોપી ઝડપાયા
તેલંગાણામાં નકલી દસ્તાવેજના આધારે પાસપોર્ટ બનાવતા 6 આરોપી ઝડપાયા

By

Published : Feb 22, 2021, 5:00 PM IST

  • આરોપી નકલી દસ્તાવેજના આધારે બનાવતા હતા પાસપોર્ટ
  • તેલંગાણાના નિઝામાબાદ જિલ્લામાં બનાવી રહ્યા હતા પાસપોર્ટ
  • તેલંગાણા પોલીસે મોટા રેકેડનો પર્દાફાશ કર્યો

હૈદરાબાદઃ તેલંગાણાના નિઝામાબાદ જિલ્લામાં નકલી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ બનાવી આપતી ગેંગનો તેલંગાણા પોલીસે પર્દાફાશ કર્યો છે. તેલંગાણા પોલીસે આ ગેંગના છ આરોપીની ધરપકડ કરી છે. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે, આરોપીઓ બાંગ્લાદેશના નાગરિક છે કે નહીં તે બાબતે તપાસ થઈ રહી છે.

આરોપીઓએ કેટલાક લોકોને નકલી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ મેળવવામાં મદદ કરી

પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, એક સૂચનાના આધારે પોલીસે ગેંગનો ભાંડો ફોડ્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે, છ આરોપીઓએ કેટલાક લોકોને નકલી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ મેળવવામાં મદદ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details