છિંદવાડાઃમધ્ય પ્રદેશના છિંદવાડામાંથી (Religion Provocation from Madhya Pradesh) હિન્દુ સંગઠનોની લાગણી દુભાવતો એક કેસ સામે આવ્યો છે. જેમાં છિંદવાડા પોલીસે કાયદેસરના (Chhindwara Police Madhya Pradesh) પગલાં લીઈને તપાસ શરૂ કરી દીધી છે. છિંદવાડામાં એક શિક્ષકે સોશિયલ મીડિયા (Social Media Post) પર વાંધાજનક રાષ્ટ્ર વિરોધી વાતો લખી છે. જેને લઈને હિન્દુ સંગઠનોમાં (Hindu Organization) રોષ જોવા મળી રહ્યો છે. આ યુવક સામે પોલીસ દ્વારા કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. જોકે, આ કેસમાં રાષ્ટ્રીય હિન્દુ સેના ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.
આ સરકારી સ્કૂલના શિક્ષકે સ્ટેટસ મૂક્યું પાકિસ્તાન ઝિંદાબાદ, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો આ પણ વાંચોઃ સિવિલ હોસ્પિટલમાં 7 શખ્સોનું ટોળું આવ્યું, યુવાનને હથિયારના ઘા માર્યા જુઓ વીડિયો
પોલીસે અટકાયત કરી:રાષ્ટ્રીય હિંદુ સેનાના જિલ્લા અધ્યક્ષ યમન સાહુએ જણાવ્યું છે કે, મહારાણી લક્ષ્મીબાઈ સ્કૂલના સરકારી શિક્ષક સુદીપ જૈન પહેલાથી જ એક ચોક્કસ ધર્મ અપનાવી ચૂક્યા છે. પરંતુ અમને તેની સામે કોઈ વાંધો નથી. પરંતુ ભારતમાં રહીને પાકિસ્તાનને ખુશ કરવું એ દેશદ્રોહ છે. તેથી આવી વ્યક્તિ સામે રાષ્ટ્રદ્રોહનો કેસ નોંધવો જોઈએ. તે જ સમયે, એવું કહેવાય છે કે પોલીસે પૂછપરછ માટે શિક્ષકની અટકાયત કરી છે. આવા મુદ્દાઓને રાષ્ટ્રીય હિન્દુ સેના સખત શબ્દોમાં વખોડે છે. આ વાત ખરા અર્થમાં કોઈ રીતે યોગ્ય નથી.
આ પણ વાંચોઃ Suicide Case : કોન્ટ્રાક્ટર સંતોષની પત્નીએ રાજ્યપાલને લખ્યો પત્ર, પારદર્શક તપાસની માગ
સરકારી શાળામાં શિક્ષકઃજે શિક્ષકે પોતાના સોશિયલ મીડિયા સ્ટેટસ પર પાકિસ્તાન ઝીંદાબાદ લખ્યું છે. એ વ્યક્તિ સરકારી સ્કૂલમાં શિક્ષક છે. જેના એક સ્ટેટસને કારણે વિવાદ થયો છે. કોતવાલી પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્રીય હિન્દુ સેનાએ લેખીત અરજી કરી છે. આ ટીચરનું નામ સંદપી જૈન છે.કુલ ત્રણ જુદા જુદા સ્ટેટસ આ શિક્ષકે અપલોડ કર્યા હતા. જ્યારે રાષ્ટ્રીય હિન્દુ સેનાના જિલ્લા અધ્યક્ષે કહ્યું કે, જે શિક્ષક બાળકોને ભણાવે છે તેણે ધાર્મિક વિખવાદ ઊભો કર્યો. હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. આ શિક્ષક જૈન છે તેમ છતાં તેમણે મુસ્લિમ ધર્મનો સ્વીકાર કર્યો છે.