નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં(Assembly elections 2022) નિરાશાજનક પ્રદર્શન બાદ હવે કોંગ્રેસ પાર્ટી મહાત્મા ગાંધીના માર્ગ (Congress party on the path of Mahatma Gandhi)પર ચાલીને દેશમાં બે મોટી પદયાત્રાઓ (Congress party padyatra) નિકાળશે. પ્રથમ પદયાત્રા સાબરમતીથી દિલ્હી સુધીની હશે, જે લગભગ 1200 કિલોમીટરની હશે.
આ પણ વાંચો:કોંગ્રેસ MLAના રાજીનામા વચ્ચે, અમિત ચાવડાએ કહ્યું- 'ભાજપનો પ્લાન સફળ નહીં થાય'
બીજી પદયાત્રા 800 કિમીની: બીજી તરફ કોંગ્રેસ પક્ષ દ્વારા 17 એપ્રિલથી 27 મે દરમિયાન કોલકાતાના ચંપારણથી બેલિયા ઘાટ સુધી ગાંધી સંદેશ યાત્રાના રૂપમાં બીજી પદયાત્રા કાઢવામાં આવશે. આ યાત્રા 800 કિમીની હશે, જે 40 દિવસ સુધી ચાલશે. સોમવારે કોંગ્રેસ મુખ્યાલયમાં આ સંબંધમાં એક બેઠક યોજાઈ હતી, જેની અધ્યક્ષતા કોંગ્રેસ મહાસચિવ મુકુલ વાસનિક અને કેસી વેણુગોપાલે કરી હતી. આ બેઠકમાં બિહાર, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને દિલ્હીના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષો અને આ રાજ્યોના પ્રભારીઓ હાજર રહ્યા હતા. જેમાં યુથ કોંગ્રેસના પ્રમુખ બીવી શ્રીનિવાસ પણ હાજર રહ્યા હતા.