ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઋષિકેશમાં લોકોએ ફૂલોનો વરસાદ કરી પોલીસ ઈન્સ્પેક્ટરને વિદાય આપી

ઉત્તરાખંડના ઋષિકેશમાં કોતવાલના પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી થવાથી લોકોએ તેમને ખૂબ જ જોરદાર વિદાય આપી હતી. ઋષિકેશ મુનીની રેતીના કોતવાલની જ્યારે બદલી કરવામાં આવી તો તેમને વિદાય આપવા માટે લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું. પોલીસને સંપૂર્ણ રીતે આત્મસાત કરનારા આર. કે. સકલાનીએ લોકોની સાથે એવું ભાવનાત્મક જોડાણ કર્યું હતું કે લોકોએ તેમની ઉપર ફૂલોનો વરસાદ કર્યો હતો.

ઋષિકેશમાં લોકોએ ફૂલોનો વરસાદ કરી પોલીસ ઈન્સ્પેક્ટરને વિદાય આપી
ઋષિકેશમાં લોકોએ ફૂલોનો વરસાદ કરી પોલીસ ઈન્સ્પેક્ટરને વિદાય આપી

By

Published : Mar 31, 2021, 12:38 PM IST

  • ઋષિકેશમાં ઈન્સ્પેક્ટરની વિદાય પર લોકોએ ફૂલ વરસાવ્યા
  • ઈન્સ્પેક્ટર આર. કે. સકલાનીને વિદાય આપવા લોકોનું ટોળું ઉમટ્યું
  • ઈન્સ્પેકટર સકલાની સાથે લોકોએ ભાવનાત્મક જોડાણ કર્યું હતું

આ પણ વાંચોઃમોદી અને આઝાદ: રાજ્ય સભામાં વિદાય સન્માનનું રાજકારણ

ઈન્સ્પેક્ટર સકલાનીનું લોકો સાથે ભાવનાત્મક જોડાણ હતું

ઋષિકેશઃ કોતવાલના ઈન્સ્પેક્ટર ક્યારેક શિક્ષક તો ક્યારેક ટ્રેનર બનીને અલગ અલગ ભૂમિકામાં જોવા મળ્યા હતા. હવે આ ઈન્સ્પેક્ટર સકલાનીની બદલી થઈ ગઈ હોવાથી લોકોએ તેમના પર ફૂલોનો વરસાદ કરી તેમને વિદાય આપી હતી. આ ઈન્સ્પેક્ટરનું લોકો સાથે ભાવનાત્મક રીતે જોડાણ હતું.

આ પણ વાંચોઃશું દિનેશ ત્રિવેદીની વિદાયથી તૃણમૂલ કોંગ્રેસને ખરેખર નુકસાન થશે?

ઈન્સ્પેક્ટરનું સન્માન કરવા માટે કાર્યક્રમ યોજાયો

લક્ષ્મણ ચોકની પાસે તપોવન ગ્રામ સભાના નિવાસીઓએ મુનીની રેતીના પોલીસ અધિકારી આર. કે. સકલાનીની બદલી થવા પર એક સન્માન કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં સર્વપ્રથમ તો ઈન્સ્પેક્ટર પર ફૂલોનો વરસાદ કરી તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમમાં ગ્રામ સભાના તમામ જનપ્રતિનિધીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ કહ્યું કે, સરકારી અધિકારી હોવા છતાં ઈન્સ્પેક્ટરે અહીં અનેક સામાજિક કાર્યો કર્યા છે. કેટલીક વાર વિદ્યાર્થીના શિક્ષક બન્યા તો કેટલીક વાર જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે ટ્યૂશન આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details