કતાર:કતારમાં આઠ ભારતીયોને આપવામાં આવેલી મૃત્યુદંડની સજામાં ફેરફાર કરવામાં આવ્યો (Qatar Death Penalty Case) હતો. આ માહિતી વિદેશ મંત્રાલયે આપી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અમે દહરા ગ્લોબલ કેસમાં કતારની અપીલ કોર્ટના આજના નિર્ણયની નોંધ લીધી છે, જેમાં સજામાં ઘટાડો કરવામાં આવ્યો છે. વિગતવાર નિર્ણયની રાહ જોવાઈ રહી છે.
કતારમાં અમારા રાજદૂત અને અન્ય અધિકારીઓ પરિવારના સભ્યો સાથે આજે અપીલ કોર્ટમાં હાજર હતા. કેસની શરૂઆતથી જ અમે તેમની પડખે ઊભા છીએ અને તમામ કાયદાકીય સહાયતા આપતા રહીશું. અમે આ મામલો કતારના સત્તાવાળાઓ સાથે પણ ઉઠાવવાનું ચાલુ રાખીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે કતારમાં દહરા ગ્લોબલ કેસના ચુકાદા પર, વિદેશ મંત્રાલયે કતારમાં ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ કર્મચારીઓને ત્યાંની અદાલત દ્વારા મૃત્યુદંડની સજા સંભળાવી હતી.
શું છે મામલો: ઓક્ટોબરમાં કતારની એક અદાલતે ભારતીય નેવીના 8 પૂર્વ સૈનિકોને એક વર્ષથી વધુ સમય જેલમાં રાખ્યા બાદ મોતની સજા ફટકારી હતી. 30 ઓગસ્ટ 2022ના રોજ કતાર સીક્રેટ એજન્સી દ્વારા ભારતીય નેવીના પૂર્વ કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન બિરેન્દ્રકુમાર શર્મા, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાંડર અમિત નાગપાલ, કમાંડર પૂર્ણેંદુ તિવારી, કમાંડર સુગુનાકર પકાલા, કમાંડર સંજીવ ગુપ્તા અને નાવિક રાગેશની ધરપકડ કરવામાં આવી હતી. ઈન્ડિયન નેવી તરફથી કરવામાં આવતી જામીન અરજીઓને કતારના અધિકારીઓ અનેકવાર રદ કરી ચૂક્યા હતા. ત્યારબાદ ઓક્ટોબરમાં કતારની કોર્ટે આ આઠ પૂર્વ નેવી અધિકારીઓને મોતની સજા ફટકારી હતી.
- 8 પૂર્વ નૌ સૈનિકોને કતારે કરેલ મૃત્યુની સજાના વિરોધમાં ભારતે કરેલ અપીલ કતાર કોર્ટે સ્વીકારી છે
- કતારમાં આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને મૃત્યુદંડની સજા સામે અપીલ દાખલ- વિદેશ મંત્રાલય