ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજસ્થાનમાં 1 મેથી 18 વર્ષથી વધુ વયના લોકોનું થશે વેક્સિનેશન થશે

રાજસ્થાનમાં 1 મેથી વેક્સિનેશન શરૂ થઈ રહ્યું છે, જેમાં 18થી 45 વર્ષના લોકોને મફતમાં વેક્સિન આપવામાં આવશે. રાજ્યના મેડિકલ વિભાગે દાવો કર્યો છે કે, દરેક સુવિધા ઉપલ્બધ છે. જેથી વેક્સિનેશનમાં કોઈ મુશ્કેલી નહીં થાય.

રાજસ્થાનમાં 1 મેથી 18 વર્ષથી વધુ વયના લોકોનું વેક્સિનેશન થશે
રાજસ્થાનમાં 1 મેથી 18 વર્ષથી વધુ વયના લોકોનું વેક્સિનેશન થશે

By

Published : Apr 28, 2021, 4:41 PM IST

Updated : Apr 28, 2021, 5:22 PM IST

  • 1 મેથી 18 વર્ષથી વધુ વયના લોકોને મળશે કોરોના વેક્સિન
  • રાજ્ય સરકારે 3.75 કરોડ વેક્સિનના ડોઝનો ઓર્ડર આપ્યો
  • વેક્સિનેશન માટે આરોગ્ય વિભાગે કરી તમામ વ્યવસ્થા

રાજસ્થાનઃ રાજ્યમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશન અભિયાન શરૂ થયું હતું. રાજસ્થાનમાં 1 કરોડથી વધુ લોકોનું વેક્સિનેશન પૂર્ણ થઈ ગયું છે. આ સાથે જ રાજસ્થાન ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. અહીં દરરોજ 2 લાખ લોકોનું વેક્સિનેશન થાય છે. હવે 15 મેથી 18 વર્ષથી વધુ વયના લોકોનું વેક્સિનેશન થશે.

આ પણ વાંચોઃગીર સોમનાથમાં કોરોનાના કેસ વધ્યા તેમ છતાં કોરોના ટેસ્ટિંગની કામગીરી ઠપ્પ

વેક્સિનેશનમાં કોઈ પણ સમસ્યા નહીં થાય

રાજસ્થાનમાં વેક્સિનેશનના નોડલ અધિકારી અને ડિરેક્ટર RCH ડોક્ટર લક્ષ્મણસિંહ ઓલાએ કહ્યું કે, વિભાગ તરફથી રેકોર્ડ સ્તર પર વેક્સિન લગાવવામાં આવ્યું છે. ત્યારે હવે 1 મેથી 18 વર્ષથી વધુ વયના લોકોનું વેક્સિનેશન કરાશે. આમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો નહીં કરવો પડે. સરકારે તમામ લોકોને વેક્સિન મફતમાં આપવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃકુમકુમ મંદિરના 100 વર્ષીય મહંત આનંદપ્રિયદાસજી સ્વામીએ વેક્સિનના 2 ડોઝ પૂર્ણ કર્યા

સરકારે 3.75 કરોડ વેક્સિન ડોઝનો ઓર્ડર આપ્યો

વેક્સિન કંપનીઓએ વેક્સિનની કિંમત નક્કી કરી છે. જોકે, ત્યારબાદ આના પર રાજનીતિ થવા લાગી છે. છેવટે રાજ્ય સરકારે લોકોને વેક્સિન મફતમાં આપવાનો નિર્ણય ક્રયો છે. વેક્સિનેશન માટે રાજ્ય સરકારે 3.75 કરોડ વેક્સિન ડોઝનો ઓર્ડર આપ્યો છે. સરકારે 7.5 કરોડનો લક્ષ્ય રાખ્યો છે.

Last Updated : Apr 28, 2021, 5:22 PM IST

ABOUT THE AUTHOR

...view details