ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઝારખંડની ભૂલનું પુનરાવર્તન ન થાય તે માટે ભાજપે રાવતને CM પદ પરથી હટાવ્યા - Jharkhand

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે પદ પરથી રાજીનામું આપી દીધું છે. પાર્ટીના આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે કે, જો રાવત તેમના હોદ્દા પર રહ્યા હોત તો રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઘણું નુકસાન વેઠવું પડી શકે તેમ હતું.

ઝારખંડની ભૂલનું પુનરાવર્તન ન થાય તે માટે ભાજપે રાવતને CM પદ પરથી હટાવ્યા
ઝારખંડની ભૂલનું પુનરાવર્તન ન થાય તે માટે ભાજપે રાવતને CM પદ પરથી હટાવ્યા

By

Published : Mar 10, 2021, 10:23 AM IST

  • ઉત્તરાખંડમાં આગામી વર્ષમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે
  • મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે પદ પરથી રાજીનામું આપી દીધું છે
  • દહેરાદૂનમાં 10 માર્ચે ભાજપના ધારાસભ્ય પક્ષની બેઠક મળશે

નવી દિલ્હી: ભાજપના ત્રિવેન્દ્રસિંહ રાવતને ઉત્તરાખંડમાં મુખ્યપ્રધાન પદ પરથી હટાવવાનો નિર્ણય મુખ્યપ્રધાનની પાર્ટીના પ્રાદેશિક ક્ષત્રપોની પસંદગીની અવગણના અત્યાર સુધીની કાર્યવાહીના વિરુદ્ધ છે. પાર્ટીના આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે કે, જો રાવત તેમના હોદ્દા પર રહ્યા હોત, તો રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઘણું સહન કરવું પડી શકે છે. જેમ રઘુબરદાસને 2020ની વિધાનસભાની ચૂંટણીમાં ઝારખંડમાં મુખ્યપ્રધાન પદે જાળવી રાખ્યો હતો.

આ પણ વાંચો:ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રની પીડા, કહ્યું- 'દિલ્હીને કારણ પૂછો'

ભાજપના ધારાસભ્યોની CM સામે અનેક ફરિયાદો

આવતા વર્ષના પ્રારંભિક મહિનામાં ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. રાવત સામે રાજ્યના ભાજપના ધારાસભ્યોના એક વર્ગની ફરિયાદો સતત વધી રહી છે. જેમાં, કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા ધારાસભ્યો પણ હતા. આ ધારાસભ્યોએ પણ સામાન્ય લોકોના મનમાં રાવતની છબી અંગે કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય નેતૃત્વએ રાવતની જગ્યાએ અન્ય ચહેરાના નેતૃત્વ હેઠળ આગામી વિધાનસભાની ચૂંટણીમાં જવાનું નક્કી કર્યું છે.

આ પણ વાંચો:ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવતે આપ્યું રાજીનામું

નવા નેતાની પસંદગી કરાશે

દહેરાદૂનમાં 10 માર્ચે ભાજપના ધારાસભ્ય પક્ષની બેઠક મળશે, જેમાં નવા નેતાની પસંદગી કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે, જે કોઈ પણ પક્ષનો ચહેરો હશે તે કેન્દ્રિય નેતૃત્વની પસંદગીના હશે. જો પાર્ટી રાજપૂત બિરાદરોમાંથી આવતા મુખ્યપ્રધાનની જગ્યાએ રાજપૂતની નિમણૂક કરવાનું નક્કી કરે છે તો, તેમાં પ્રધાનો ધનસિંહ રાવત અને સતપાલ મહારાજનાં નામ પ્રથમ છે, ભાજપના સાંસદ અનિલ બાલુની અને અજય ભટ્ટનાં નામ પણ સામે આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details