ગુજરાત

gujarat

By

Published : Jun 3, 2021, 10:32 AM IST

ETV Bharat / bharat

મુંબઈમાં પરિણીતાએ પ્રેમી સાથે પતિની હત્યા કરી પતિના મૃતદેહને રસોડામાં દાટી દીધો

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પોતાના જ પતિની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હત્યાબાદ તેના મૃતદેહને ઘરના રસોડામાં દાટી દીધો હતો, પરંતુ 6 વર્ષની બાળકીએ તેના પિતાની હત્યાનો પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરવામાં આવી હતી.

મુંબઈમાં પરિણીતાએ પ્રેમી સાથે પતિની હત્યા કરી પતિના મૃતદેહને રસોડામાં દાટી દીધો
મુંબઈમાં પરિણીતાએ પ્રેમી સાથે પતિની હત્યા કરી પતિના મૃતદેહને રસોડામાં દાટી દીધો

  • મુંબઈમાં પ્રેમી સાથે મળીને પત્નીએ જ પતિની હત્યા કરી
  • હત્યા બાદ મૃતદેહને રસોડામાં દાટી દીધો
  • 6 વર્ષની બાળકીએ પિતાની હત્યાનો પર્દાફાશ કર્યો

મુંબઈઃ દેશની આર્થિક રાજધાનીમાં એક પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પોતાના જ પતિની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હત્યાબાદ તેના મૃતદેહને ઘરના રસોડામાં દાડી દીધો હતો, પરંતુ 6 વર્ષની બાળકીએ તેના પિતાની હત્યાનો પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો-જૂનાગઢ શહેરમાં ધોળા દિવસે પૂર્વ મેયરના પુત્રની હત્યા, હત્યારાઓ નહીં પકડાય તો મૃતદેહ નહી સ્વીકારે પરિવાર

મૃતક મૂળ ઉત્તરપ્રદેશનો હતો

મુંબઈના એડિશનલ પોલીસ કમિશનર દિલીપ સાવંતે જણાવ્યું હતું કે, મૃતક રહીસ કરામત અલી શેખ (28) ઉત્તરપ્રદેશના ગોંડા જિલ્લાનો મૂળ નિવાસી હતી. વર્ષ 2012માં રઈસના લગ્ન શાહિદા નામની યુવતી સાથે થયા હતા. લગ્ન પછી દંપતી મુંબઈના પશ્ચિમી ઉપનગરના દહીસરમાં આવેલા ખાન કમ્પાઉન્ડમાં રહેતા હતા. રઈસ દહીસર રેલવે સ્ટેશન પાસે કપડાની દુકાનમાં સિલાઈ કામ કરતો હતો. જ્યારે તેની પત્ની શાહિદા 6 વર્ષથી બાળકી અને અઢી વર્ષના બાળક સાથે ઘરમાં રહેતી હતી.

આ પણ વાંચો-અમદાવાદ જિલ્લાના દાણીલીમડામાં ઝઘડાનો બદલો લેવા કરાઈ યુવકની હત્યા

મૃતકની પત્ની શાહિદાને પાડોશી સાથે પ્રેમ થયો

તે દરમિયાન તેના પાડોશી અનિકેત ઉર્ફે અમિત વિશ્વકર્મા સાથે શાહિદાને પ્રેમ સંબંધ બંધાયો હતો. આ વાતની જાણ રઈસને થતા તેણે તેનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ રઈસની પત્ની અને તેના પ્રેમીએ મળી તેની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. રઈસની હત્યા કરી તેના મૃતદેહને રસોડામાં દાટી દેવાયો હતો. આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details