- મધ્યપ્રદેશમાં ભીંડી પોલીસે નકલી જજની ધરપકડ કરી
- પોલીસે આરોપી દિપક ભદૌરિયાને સ્વતંત્રનગરમાંથી પકડ્યો
- આરોપી દિપક ભદૌરિયાએ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં પણ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હતી
ભીંડ (મધ્યપ્રદેશ): અત્યાર સુધી નકલી પોલીસ, નકલી ટ્રાફિક પોલીસ, નકલી ઈન્કમ ટેક્સ અધિકારી શબ્દ સાંભળ્યો હશે, પરંતુ ક્યારેય નકલી જજનું નામ સાંભળ્યું છે. નહીં જ સાંભળ્યું હોય, પરંતુ આવું જ બન્યું છે મધ્યપ્રદેશમાં. અહીં એક યુવક નકલી જજ બનીને બેસી ગયો હતો. પોતાના નામની નેમ પ્લેટ પણ તેણે બનાવી રાખી હતી.
આ પણ વાંચોઃરાજકોટમાં હોટેલમાં નકલી કોવિડ હોસ્પિટલ ચલાવતા આરોપીની ધરપકડ
આરોપીએ ઘરની બહાર નકલી નેમ પ્લેટ પણ લગાવી હતી
આ અંગે મળતી માહિતી અનુસાર, ભીંડ પોલીસે MJS કોલેજની પાસે સ્વતંત્ર નગરમાંથી દિપક ભદૌરિયાની ધરપકડ કરી હતી. આ દિપક ભદૌરિયા નકલી જજ બનીને બેઠો હતો. આરોપી દિપક ઉત્તરપ્રદેશના કન્નૌજના છિપરા મઉ વિસ્તારનો રહેવાસી છે, જે ઘણા સમયથી ભીંડમાં જ રહેતો હતો. આરોપી દિપકની હિંમત તો જુઓ તેણે પોતાના ઘરની બહાર સિવિલ જજ નામની નેમ પ્લેટ પણ લગાવી હતી. આ સાથે જ આરોપી પાસેથી પોલીસે ન્યાયાધીશ લખેલી કાર અને સિવિલ જજ લખેલા વિઝિટિંગ કાર્ડ પણ કબજે કર્યા હતા. આવું કરીને દિપક ભદૌરિયાએ પોતાના માતાપિતા, પરિવાર સહિત અન્ય લોકોને પણ દગો આપ્યો હતો.
આ પણ વાંચોઃરાત્રિ કરફ્યૂનો લાભ ઉઠાવી નકલી પોલીસ બનીને લોકો પાસેથી પૈસા પડાવતો રામોલનો TRB જવાન ઝડપાયો
નકલી જજ બની આરોપી ઘરની આસપાસ દાદાગીરી કરતો હતો
આરોપી દિપક ભદૌરિયાની ધરપકડ પછી તેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તે ઉત્તરપ્રદેશમાં કન્નૌજના છિપરા મઉ વિસ્તારનો રહેવાસી છે. તે પોતાને ભીંડનો સિવિલ જજ બતાવતો હતો. પોલીસના જણાવ્યાનુસાર, કથિત રીતે જજ ઉત્તરપ્રદેશમાં આવેલા તેના ઘરની આજુબાજુ દાદાગીરી કરતો હતો. પોલીસને આશંકા છે કે, આરોપીએ ભીંડ અને કન્નૌજમાં કેટલાક કેસમાં સેટલમેન્ટ કરવાના નામે લોકો સાથે છેતરપિંડી કરી છે. જોકે, આરોપીએ રાણી દુર્ગાવતી યુનિવર્સિટીથી વર્ષ 2013માં લૉની ડિગ્રી પણ કરી છે. ત્યારબાદ તેણે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી કાનપુરથી કરી હતી. તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આરોપીએ મધ્યપ્રદેશમાં જજની નિમણૂક માટે આવેદન આપ્યું હતું, પરંતુ તેની પસંદગી થઈ નહતી. જોકે, ત્યારબાદથી જ તે નકલી જજ બનીને દાદાગીરી કરતો હતો.
એક અજાણ્યા નંબર પરથી આવેલા ફોને આરોપીની પોલ ખોલી નાખી
DSP મોતીલાલ કુશવાહાએ જણાવ્યું હતું કે, એક અજાણ્યા નંબરથી તેમને દિપક ભદૌરિયાની માહિતી મળી હતી. આરોપી ભીંડમાં લોકોને ધમકાવતો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે, આ મામલો જજ સાથે જોડાયેલો હોવાથી ખૂબ જ સાવધાનીથી મામલાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.