ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મધ્યપ્રદેશમાં સગીર વયના દુકાનદારે 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું - દુષ્કર્મ

મધ્યપ્રદેશમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જબલપુર કુંડમ વિસ્તારમાં પાંચ વર્ષની આ બાળકી કિરાણાની દુકાને કંઈક વસ્તુ લેવા પહોંચી હતી. તે દરમિયાન દુકાનદારની નિયત બગડતા તેcણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

મધ્યપ્રદેશમાં સગીર દુકાનદારે 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યું
મધ્યપ્રદેશમાં સગીર દુકાનદારે 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યું

By

Published : Feb 22, 2021, 3:31 PM IST

  • જબલપુર કુંડમ વિસ્તારમાં સગીર દુકાનદારની કરતૂત
  • પોલીસે સગીર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી
  • એએસપીએ અને એફએસએલની ટીમે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું

મધ્યપ્રદેશઃ મધ્યપ્રદેશના જબલપુર કુંડમ વિસ્તારમાં 5 વર્ષની એક બાળકી કિરાણાની દુકાને કંઈક ખરીદવા પહોંચી હતી. ત્યારબાદ દુકાનદારે બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું. ઘટના બાદ બાળકી રોતા રોતા ઘરે પહોંચી હતી. માતાએ બાળકીને પૂછ્યું તો તેણે સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. જોકે, બાળકી સાથે દુષ્કર્મ કરનારો આરોપી પણ સગીર છે. આ દુકાનદાર સગીર સામે દુષ્કર્મનો કેસ દાખલ કરી ધરપકડ કરી લેવામાં આવી છે.

બાળકીની દુકાનની અંદર બોલાવી સગીરે દુષ્કર્મ કર્યું

કુંડમ પોલીસે જણાવ્યું હતું કે, થાના વિસ્તારના એક ગામમાં રહેતી આ પાંચ વર્ષની બાળકી કાલે બપોરે ઘરે રમી રહી હતી. તેના ઘરની પાસે 16 વર્ષીય સગીરની કિરાણાની દુકાન છે, જ્યાં બાળકી વસ્તુ લેવા પહોંચી હતી. બપોરે 2 વાગ્યે બાળકી દુકાને પહોંચી તો સગીરે તેને દુકાનની અંદર બોલાવી હતી ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ ઘટના પછી બાળકીની માતા તેની તપાસ કરી રહી હતી તો તે સમયે બાળકી રોઈ રહી હતી. માતાએ પૂછ્યું તો બાળકીએ સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી.

એએસપી ઘટનાસ્થળે પહોંચ્યા

બાળકી સાથે દુષ્કર્મ થવાની ઘટનાને ધ્યાનમાં રાખી એએસપી સંજય અગ્રવાલ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. એએસપીએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું અને પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરી તપાસ અધિકારીને સૂચના આપી હતી.

ABOUT THE AUTHOR

...view details